આ કારણથી અજય દેવગન સાથે ફિલ્મો કરવા રાજી રહે છે તબ્બુ

બોલીવૂડ અભિનેતા અજય દેવગન અને તબ્બુની મિત્રતા જગજાહેર છે ત્યારે ફરી એકવખત આ જોડી રૂપેરી પરદા પર એક સાથે જોવા મળશે. અજયની સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતા તબ્બુએ કહ્યું કે, હું અજય દેવગનની સાથે કોઇપણ ફિલ્મ માટે ના નહીં કહું. કારણ કે અભિનેતાની સાથે મારો તાલેમલ સારો છે.

તબ્બુએ કહ્યું કે, અજય અને હું બાળપણના મિત્રો છીએ. તેની સાથે કામ કરવું હમેશા ફાયદાકારક રહે છે. હું અજયની સાથે કોઇપણ ફિલ્મ કરવા માટે ના નથી કહેતી. જો તે ક્યારેય નિર્દેશક કે પ્રોડ્યુસર તરીકે મને ઓફર કરે તો હું ચૌક્કસ તે કરીશ. અમે લવ રંજન(પ્રોડ્યુસર)ની ફિલ્મમાં ફરીથી સાથે કામ કરી રહ્યાં છીએ અને અજય તથા કોઇને પણ લાગે છે કે, હું આ ફિલ્મ માટે યોગ્ય પસંદગી છું.

ઉલ્લેખનીય છે કે, બંનેએ તક્ષક, હકીકત, વિજયપથ, દ્રશ્યમ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, અને દિવાળી પર રિલીઝ થનાર ફિલ્મ ગોલમાલ અગેનમાં પણ બંને એક સાથે જોવા મળશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter