ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિનર અઝીઝ અંસારી પર લાગ્યા યૌન શોષણનો આરોપ

ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડમાં ટીવી કેટગરીમાં બેસ્ટ એક્ટર એવોર્ડથી સન્માનિત થયેલા ભારતીય મૂળના અભિનેતા અઝીઝ અંસારી પર બ્રુકલિનની એક 23 વર્ષીય મહિલા ફોટોગ્રાફરે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

મહિલા ફોટોગ્રાફરનું કહેવું છે કે હું અંસારીને 2017માં એમી એવોર્ડની એક પાર્ટી બાદ મળી હતી. અમે એકબીજાની કંપની ઘણી પસંદ હતી તેથી અમે એકબીજાને ડેટ કરવા લાગ્યા. એક દિવસ તેણે મને ન્યૂયોર્ક સિટીમાં બનેલા પોતાના એપાર્ટમેન્ટમાં બોલાવી. અહીં મારી ઇચ્છા વિરુદ્ધ તેણે મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી.

એક ન્યૂઝ પોર્ટલના અનુસાર મહિલાએ જણાવ્યું કે અઝીઝ મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી રહ્યો હતો. તે સતત ફિઝિકલ થવાની કોશિશ કરી રહ્યો હતો. મેં તેનો વિરોધ દર્શાવ્યો તેમછતા તેણે ન સાંભળીને મારી સાથે સંબંધ બાંધવા માટે પ્રેશર કરવા લાગ્યો.

હું જેમ તેમ કરીને તે જગ્યાએથી નીકળીને કેબમાં પોતાના ઘરે નીકળી ગઇ. એ રાત્રે હું રોતી રહી. એ દરમ્યાન મહિલા અઝીઝને  મેસેજ મોકલ્યા. જેમાં તેણે લખ્યુ હતુ કે ડિનર ડેટમાં જે થયું તે તમારા માટે ફન મોમેન્ટ હશે પરંતુ મારા માટે નહીં.

અહીં તમને જણાવીએ કે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ભારતીય મૂળના અઝીઝ અંસારીએ ટીવી સિરીઝમાં ધ માસ્ટર ઓફ નન માટે મ્યૂઝિકલ કોમેડી કેટેગરીમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવ્યો હતો. અઝીઝ અંસારીનો જન્મ કોલંબિયામાં એક તમિલ મુસ્લિમ પરીવારમાં થયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter