દિવાળી પહેલા સોનું ત્રણ સપ્તાહની ઊંચાઇ પર, કિંમત થઇ 31,000ને પાર

દિવાળીના તહેવાર પર દિલ્હીના સર્રાફા બજારમાં સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે. બુધવારે સોનુ 290 રૂપિયા વધીને 31,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગયું છે. સોનાની કિંમતમાં આ તેજી ત્રણ સપ્તાહના ઉચ્ચ સ્તર પર છે. સોનાની કિંમતમાં આ ઉછાળો તહેવારોની માંગને પૂરી કરવા માટે સ્થાનિક જ્વેલર્સ તરફથી કરવામાં આવેલી ખરીદીથી આવી છે.

જ્યારે બીજીતરફ ચાંદીની કિંમત 41,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર યથાવત છે. વેપારીઓનું માનવું છે કે, ઘરેલુ હાજર બજારમાં સ્થાનિક જ્વેલર્સ તરફથી વધતી માંગને કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર સિંગાપુરમાં સોનું 0.12 ટકાની નબળાઇની સાથે 1283.20 ડૉલર પ્રતિ ઓંસના સ્તર પર અને ચાંદી 0.06 ટકાની નબળાઇની સાથે 16.98 ડૉલર પ્રતિ ઓંસના સ્તર પર આવી ગયું છે. દિલ્હીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્વતાવાળા સોનાની કિંમત 290 રૂપિયા વધીને ક્રમશ: 31,000 રૂપિયા અને 30,850 રૂપિયા 10 ગ્રામ થઇ છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter