હૈદરાબાદ ઍરપોર્ટ પર મળેલી આ પીળી વસ્તુનું રહસ્ય જાણીને ચોંકી જશો

એક સમય હતો જ્યારે લોકો પોતાના શરીર પર સોનુ પહેરી અથવા સામાનમાં છુપાવીને લાવતા હતા, પરંતુ છેલ્લા કેટલાંક સમયથી તસ્કરીની ઘણી અજીબોગરીબ પદ્ધતિ સામે આવી છે, જેનાથી પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ છે.

હૈદ્રાબાદ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ એક અલગ દેખાતી વસ્તુ જપ્ત કરી છે. તસ્વીરો સામે આવ્યા બાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહીં છે.

આ તસ્વીરોને જોયા બાદ મોટાભાગના લોકોનું માનવુ છે કે આ એક પ્રાણીનું મળ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ગોલ્ડ પેસ્ટ છે. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે હૈદ્રાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક પ્રવાસી પાસેથી 1 કિલો 850 ગ્રામ ગોલ્ડ પેસ્ટ જપ્ત કર્યુ છે.

આ સોનાની કિંમત 35 લાખ જણાવાઈ રહી છે

જાણકારી મુજબ, આ પેસ્ટમાંથી કુલ 1120.780 ગ્રામ સોનુ નિકળશે. જેની કિંમત લગભગ 35 લાખ જણાવાઈ રહી છે. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ તરફથી પ્રવાસીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અંડરગારમેન્ટમાં છુપાવ્યુ હતું ગોલ્ડ પેસ્ટ

ઉલ્લેખનીય છે કે, ગયા જૂન મહિનામાં દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દુબઈથી આવનારા બે પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન બંનેના અંડરગારમેન્ટમાંથી એરકસ્ટમ પ્રિવેન્ટીવની ટીમે અંદાજે 1751.66 ગ્રામ સોનું પેસ્ટના રૂપમાં જપ્ત કર્યુ હતું.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter