ગોધરા નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો આદેશ

ગોધરા નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી 15 જૂને નહીં યોજવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઇકોર્ટના હુકમ બાદ 10 જૂને ચૂંટણી થાય તેવી શક્યતા છે. ગોધરા નગરપાલિકાના મુસ્લિમ કાઉન્સિલરોની અરજીના પગલે હાઈકોર્ટે 15 જૂને ચૂંટણી નહીં યોજવા હુકમ કર્યો છે.

15મી તારીખે રમઝાન મહિનાનો છેલ્લો દિવસ છે અને રમઝાન ઈદ જાહેર થઈ શકે તેમ હોવાથી આ દિવસે ચૂંટણી યોજાય તો મુસ્લિમ કાઉન્સિલરો મત ના આપી શકે તે પ્રકારની સ્થિતિ હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. હાલ 44 કાઉન્સિલર વાળી ગોધરા નગરપાલિકામાં ભાજપનું શાસન નથી. જો 15 તારીખે ચૂંટણી યોજાય અને 21  મુસ્લિમ કાઉન્સિલરો મત ના આપી શકે તો ભાજપની સત્તા બની શકે તેવી ભીતિ સાથે અરજી કરવામાં આવી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter