બાર્બી ડોલ જેવી દેખાવા આ યુવતીએ રૂ16 કરોડ ખર્ચીને કરાવી 200 સર્જરી

સુંદર દેખાવાના કોડ સૌકોઇને હોય છે પછી તે મહિલા હોય કે પુરુષ. સુંદર દેકાવાની લોકોની આ ઇચ્છાના કારણે જ બ્યુટી અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી ધમધોકાર ચાલે છે. દરેક મહિલા પોતાની જાતને સુંદર દેખાડવા માટે દરેક શક્ય પ્રયાસ કરતી હોય છે પરંતુ આ  યુવતીએ સુંદર દેખાવા માટે તમામ હદો પાર કરી નાંખી.

28 વર્ષીય ડેલગાઇડિસને નાનપણથી જ બાર્બી ડોલ જેવી દેખાવાના ઓરતાં હતા. તેના માટે તેણે એક કે બે નહી પરંતુ 200 જેટલી સર્જરીઓ કરાવી છે અને આ સર્જરી માટે તેણે 16 કરોડ રૂપિયાથી પણ વધારેનો ખર્ચો કર્યો છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર ડેલગાઇડિસ નાનપણમાં એટલી સુંદર ન હતી અને જ્યારે તેણે સુંદર લોકોને મહત્વ અપાતું જોયુ, તો તેણે બાર્બી ડોલ જેવી દેખાવાનો નિર્ણય લીધો  તેના માટે તે કગોઇપણ હદ સુધી જવા માટે તૈયાર હતી.

સૂત્રોએ જણાવ્યા અનુસાર ડેલગાઇડિસે 17 વર્ષની ઉંમરમાં ઘર છોડી દીધું હતું.

 

તેણે એક પોલ ડાન્સર તરીકે કામ શરૂ કર્યું અને તેમાંથી મળતાં નાણા માંથી સર્જરી માટે પૈસા બચાવવાનું શરૂ કર્યું હતું.

200 જેટલી સર્જરી માટે રૂ.16 કરોડ ખર્ચ્યા બાદ આજે ડેલગાઇડિસ આવી દેખાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter