Video: યુવતીએ લાફો મારીને કહ્યું, મને પ્રેમ કરવો જ પડશે ‘Alternative Way to find love’

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે ને સાથે જ પસંદ પણ એટલો જ કરવામાં આવી રહ્યો છે. આ એક પંજાબી ફિલ્મનો સીન છે. જેમાં પ્રેમ કરવાની અનોખી રીત જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોએ ખૂબ સનસની મચાવી છે. ‘પ્રેમ પામવાની અનોખી રીત’ કહીને આ વીડિયોને શેર કરવામાં આવી રહ્યો છે. 25 સેકંડના આ ફિલ્મના સીનને ફેસબુક પર ઘણા પેજ દ્વારા શેર કરવામાં આવી ચુક્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે હિરોઈન ગુસ્સામાં કહે છે કે ‘તૂ પ્યાર કરેગા.’ જેના જવાબમાં હીરો કહે છે ‘નહીં.’ તેના બાદ ફરી હિરોઈન ગુસ્સામાં કહે છે કે, ‘તેનું પ્યાર કરના પડેગા’ જવાબમાં ફરી હીરો કહે છે ‘નહીં.’ હેરોઈન એટલા ગુસ્સામાં આવી જાય છે કે તેને લાફો મારી દે છે ત્યાર બાદ હીરો પણ સામે તેને લાફો મારી દે છે. આ પછી બંને ઈમોશનલ થઇ જાય છે અને એક બીજાને ગળે લગાવી લે છે. આ પ્રકારનો પ્રેમ સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા પહેલી વાર જોવામાં આવી રહ્યો હશે અને ઘણો પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.

CRICKET.GSTV.IN

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter