ગીર સોમનાથઃ ભુવા ટીંબી ગામ બેટમાં ફેરવાયું, લોકો સંપર્ક વિહોણા

ગીર સોમનાથનું ભુવા ટીંબી ગામ બેટમાં ફેરવાયું છે, સૂત્રાપાડા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ભુવા ટીંબીમાં  જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું  છે. જેથી ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે.  ગામની મુખ્ય બજારમાંથી જાણે નદીમાં  આવેલા ઘોડાપુરની જેમ પાણી વહી રહ્યુ છે. ગત વર્ષે ભુવા ટીંબી ગામ જળબંબાકાર થયું હતુ. જેમા અસંખ્ય પશુઓના મોત નિપજયા હતા. ત્યારે ચાલુ વર્ષે પડેલા અનરાધાર વરસાદે ગત્ત વર્ષની યાદ ભુવાટીંબી ગામના લોકોને આપવી દીધી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter