ગીર સોમનાથના કોડીનારમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો, સરસ્વતી નદી બે કાંઠે

ગીર સોમનાથના કોડીનારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉનાની શાહી નદીમાં વીતી રાતે ખજુરદા ગામ પાસેથી યુવક તણાયો હતો. કોડિનારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગીર સોમનાથમાં સરસ્વતી નદીમાં પુર બાદ સ્થિતિ સામાન્ય થઈ હતી. અને બાદમાં સુપ્રસિદ્ધ માધવરાયજી મંદિર દર્શન થયા હતા. ગીરના જંગલમાં ભારે વરસાદના કારણે પ્રાચીન સરસ્વતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી..પોરબંદર જિલ્લાભરમાં પણ વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો ખુશ થયા હતા. અમરેલીના વડિયા અને બગસરામાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter