સંચાલકોની દાદાગીરી : અંગ્રેજી શીખી આવો પછી એડમિશન મળશે

અમદાવાદમાં આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં શિક્ષણ વિભાગના ધજાગરા ઉડ્યા. સ્કૂલમાં પ્રવેશ આપવામાં  સંચાલકો મનમાની કરી રહ્યા છે. અંગ્રેજી શીખી આવો પછી એડમિશન મળશે તેવી સંચાલકોની દાદાગીરી સામે વાલીઓ ડીઈઓ કચેરીએ પહોંચ્યા હતા. તો ત્યાં પણ ડીઈઓઈએ સ્કૂલ સંચાલકોનો લૂલો બચાવ કર્યો.. ડીઈઓએ ઉકેલ લાવવાને બદલે એમ કહી દીધુ કે બાળકોમાં કેપેસીટી નથી હોતી તેમ છતાં વાલીઓ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મોલકે છે. ત્યારે વાલીઓ પણ રોષે ભરાયા છે. અને ડીઈઓના વલણ સામે સવાલો ઉઠાવીને એમ કહ્યું કે શું હવે ડીઈઓ બાળકોની કેપેસીટી નક્કી કરશે?

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter