વીનસને હરાવી વિમ્બલડન ચેમ્પિયન બની મુગુરુજા

સ્પેનની ગાર્બિન મુગુરુજાએ શનિવારે અમેરિકાની વીનસ વિલિયમ્સને હરાવી વર્ષના ત્રીજો ગ્રૈંડ સ્લેમ વિમ્લબડન મહિલા સિગલનો ખિતાબ જીત્યો હતો. સેન્ટર કોટ પર રમાયેલી આ ખિતાબી જંગમાં 23 વર્ષની મુગુરુજાએ સાત વખતની ગ્રૈંડ સ્લેમ વિજેતા વીનસને હાર આપી હતી.

પૂર્વ નંબર એક અમેરિકી દિગ્ગજ ખેલાડી વીનસ વિલિયમ્સનું નવ વર્ષ બાદ વિમ્બલડન ખિતાબ જીતવાનું સપનું રોળાયું છે. શનિવારે વીનસને તેનાથી 14 વર્ષ નાની વયની સ્પેનની ગાર્બિન મુગુરુજાએ 7-5, 6-0 થી હાર આપી ખિતાબ જીત્યો હતો. 14મો ક્રમાંક ધરાવતી મુગુરુજાનો પ્રથમ વિમ્લડન ખિતાબ છે. આ સાથે આ તેનો બીજો ગ્રૈંડ સ્લેમ છે. 2016માં મુગુરુજાએ ફ્રેન્ચ ઓપન જીત્યો હતો.

જ્યારે બીજીતરફ 37 વર્ષિય વીનસ છઠ્ઠી વખત વિમ્બલડન ખિતાબ જીતવાથી ચૂકી ગઇ હતી. વીનસે બે વખત અમેરિકી ઓપન પણ જીત્યો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage