હનીપ્રીતની શોધખોળમાં બિહાર, UP બાદ અહીં પહોંચી હરિયાણા પોલીસ

ગુરમીત રામ રહીમની અત્યંત નજીકની મનાતી હનીપ્રીતની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. ઈંસા નેપાળ હોવાની વાત બાદ હવે તે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છુપાઈ હોવાની ખબર મળતાં જે પોલીસે શોધખોળ આદરી હતી.

હનીપ્રીત શ્રીગંગાનગર જિલ્લાના ગુરુસર મોડિયામાં એક ગર્લ્સ સ્કૂલમાં છુપાઈ હોવાની સૂચના મળતાં જ હરિયાણા અને રાજસ્થાન પોલીસના કાફલાએ સ્કૂલને ચારેય બાજુથી ઘેરી હતી. જો કે હનીપ્રીત અહીં મળી નહોતી અને સર્ચ ઓપરેશન પૂરુ કરી દેવાયું.

હનીપ્રીત ગુરુસર મોડિયામાં છુપાયેલી હોવાની માહિતી મળી તે ગુરુસર મોડિયા ગુરમીત રામ રહીમનું પૈતૃક ગામ છે અને અહીં ડેરા સચ્ચા સૌદાની સ્કૂલ છે. હનીપ્રીત નેપાળ ભાગી ગઈ હોવાની છેલ્લા કેટલાક દિવસોથી ખબર ચાલી રહી છે. જો કે તે ખબર માટે પણ હજુ પૂરતા પુરાવા મળ્યા નથી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter