ગાંધીગીરી : ભિલોડામાં ટેક્ષ ઉઘરાવવા તાલુકા વિકાસ અધિકારીનું અનોખું અભિયાન

કોઈ પણ ગ્રામ પંચાયતે વિકાસનાં કામ કરવા માટે ગામના વિવિધ ટેક્ષ પર આધાર રાખવો પડતો હોય છે. પરંતુ કેટલીક ગ્રામ પંચાયતોમાં તલાટીની આળસને લઈને ટેક્ષ વસુલાતની કામગીરી બરાબર નથી થતી ત્યારે ભિલોડા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીએ ટેક્ષ ઉઘરાવવા એક અનોખું અભિયાન ઉપાડ્યું છે.

આ નજારો છે અરવલ્લીના ભિલોડા તાલુકાના ખેરાડી ગામનો કે જ્યાં તાલુકા વિકાસ અધિકારી જાતે જ નીકળ્યા છે ટેક્ષની વસુલાત કરવા માટે. સામાન્ય રીતે ગ્રામ પંચાયતમાં ટેક્ષ ઉઘરાવવાની જવાબદારી તલાટીની હોય છે. પરંતુ તલાટીની બેદરકારીને કારણે ખેરાડી સહિતની ભિલોડા તાલુકાની પાંચેક ગ્રામ પંચાયતોમાં ટેક્ષ વસુલાતની કામગીરી નબળી હતી. જેને લઈને ભિલોડા તાલુકા વિકાસ અધિકારીએ તલાટીઓની વિવિધ ટીમો બનાવીને ટેક્ષ વસુલાતની કામગીરી માટે ગાંધીગીરી કરવા નીકળવું પડ્યું.

CRICKET.GSTV.IN

ખેરાડી ગામના આઠ વોર્ડ માટે તાલુકાના સક્રિય એવા આઠ તલાટીઓની ટીમ બનાવાઈ. અને આ આઠ તલાટીઓ સાથે ગામના અગ્રણી નાગરિકોને સાથે રાખીને ઘરે ઘરે જઈને તાલુકા પંચાયતના લોકોએ ટેક્ષની વસુલાત કરી. ગામના નાગરિકોએ પણ આ વાતને બિરદાવી સ્થળ પર જ ટેક્ષની ચુકવણી કરી દીધી હતી.

ખેરાડી ગામમાં તાલુકા વિકાસ અધિકારીએ હાલ તો ગાંધીગીરી કરીને ટેક્સની વસુલાત ૧૦૦ ટકાએ પહોંચાડી છે. પરંતુ સાથે સાથે આવા તલાટીઓની સામે લાલ આંખ કરીને એ લોકોને પોતાની કામગીરી પ્રામાણિકતાથી કરવા સૂચનાઓ પણ આપી દીધી છે. જેને લઈને હાલમાં સમગ્ર ભિલોડા તાલુકામાં ટેક્ષની વસુલાત ૮૦ ટકા સુધી પહોંચી ગઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter