Galaxy Note 8 સ્માર્ટફોનની કિંમતમાં 12 હજારનો ઘટાડો

સેમસંગ ભારતમાં નવો સ્માર્ટફોન Galaxy Note 9ને લોન્ચ કરવા માટે તૈયાર છે. ૨૨ ઓગસ્ટે કંપની ભારતમાં આ નવા ફોનને લોન્ચ કરશે. તેમ છતાં હાલમાં કંપનીએ Galaxy Note 9 સ્માર્ટફોનના લોન્ચિંગ પહેલા ગયા વર્ષે લોન્ચ કરેલા Galaxy Note 8ની કિમતમાં ઘટાડો કર્યો છે.

કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 67,900 રૂપિયામાં આ સ્માર્ટફોનને લૉન્ચ કર્યો હતો. કંપનીએ Note 8ની કિમતમાં 12,૦૦૦ સુધી ઓછી કરી દીધી છે અને હવે આ સ્માર્ટફોનની કિંમત 55,900 રૂપિયા થઇ ગઈ છે. ગ્રાહકો નવી કિંમતમાં આ સ્માર્ટફોન એમેઝોન અને સેમસંગ ઈ-સ્ટોર પર ખરીદી શકે છે. ઓછા ભાવ ઉપરાંત HDFC ક્રેડીટ કાર્ડ યૂઝર્સ Galaxy Note 8ની ખરીદી પર 4,000 રૂપિયાનું કેશબેક મેળવી શકે છે.

સ્પેસિફિકેશન્સ

આ ફેબલેટમાં ૬.૩ ઇંચનું ક્વોડ HD+ સુપર AMOLED(2960X1440 પીક્સલ) (521 ppi) ઇન્ફીનિટી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. સ્ક્રીનમાં બેઝલ ઓછું હોવાથી તેને એજ ટુ એજ ડિસ્પ્લે પણ કહી શકાય છે.

નોટ સિરીઝની ખાસિયત એ છે કે આમાં અપાયેલી એસ પેન. કંપનીએ એસ પેન અટેલે સ્ટાઇલ્સમાં ઘણા બદલવા કર્યા છે. જેમ કે આ પેનનું ટીપ પાતળું છે અને તે વરસાદમાં પણ કામ કરે છે. અટેલે કે ભારે વરસાદ પડતો હોય ત્યારે પલળતા તમે આરામથી Note 8 પર કામ કરી શકો છો.

આ ફોનમાં સિમ્પલ નોટ્સ ઉપરાંત લાઇવ મેસેજ પણ સેન્ડ કરી શકાય છે. બન્ને ફોન અને stylus IP68 વોટરપ્રૂફ છે. કેમેરાની વાત કરીએ તો આમાં રીયરમાં ડ્યુઅલ ઓપ્ટીકલ ઈમેજ સ્ટેબીલાઈજેશનની સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેમસંગે પહેલી વાર કોઈ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રીયર કેમેરા સેટઅપ આપ્યું છે.

એક લેન્સ વાઈડ એંગલ છે જે f/1.7 અપેચરની સાથે 12 મેગાપિક્સલનું છે અને બીજા કેમેરામાં ટેલીફોટો લેન્સ આપવામાં આવ્યો છે. જે f/2.4 અપેચરની સાથે ૧૨ મેગાપિક્સલનું છે. આ કેમેરાથી 10X સુધી ડીઝીટલ ઝૂમ કરી શકાય છે. સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો f/1.7 અપચેરની સાથે ૮ મેગપીક્સલનો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter