ગાંગુલીનો ખુલાસો- મારી નજરમાં ધોની હતો આવો હતો કપ્તાન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ વિકેટકીપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીને લઇને ખુલાસો કર્યો છે. ગાંગુલીએ કહ્યું કે, ધોની મારી નજરમાં સારો કપ્તાન હતો.

સૌરવ ગાંગુલીએ મહેન્દ્ર સિંહ ધોનીની પ્રશંસા કરતા ધોનીને સૌથી ઉલ્લેખનીય છે કપ્તાન ગણાવ્યો છે. ગાંગુલીએ ધોની વિશે કહ્યું કે, તેની પાસે સારી લિડરશિપ સ્કિલ હતી. તેની કપ્તાની દરમિયાન ભારતીય ટીમનું યોગદાન પ્રશંસનીય રહ્યું હતું. ધોનીના સમયમાં ભારતીય ટીમને 2011નો વિશ્વ કપ હાંસલ કરવાનો મોકો મળ્યો હતો. ગાંગુલીએ કહ્યું કે, મારા અને ધોનીની પાસે સારી ટીમો હતો. જેનાથી સિરીઝ માટે વસ્તુ આસાન થઇ ગઇ અને વિરાટની પણ સારી ટીમ છે. મેં 2000-2006 સુધી કપ્તાનનો પદભાર સંભાળ્યો હતો જ્યારે ધોનીએ 2008-15 સુધી કપ્તાનીની જવાબદારી સંભાળી હતી.

ગાંગુલીએ આ તકે ધોનીની સાથે સાથે ભારતીય ટીમના હાલના કપ્તાન વિરાટ કોહલીના પણ વખાણ કર્યા હતા. ગાંગુલીએ કહ્યું કે, વિરાટ પણ એક સફળ કપ્તાન છે. ઉલ્લેખનીય છેકે, આ પહેલા ગાંગુલીએ વિરાટની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ધોનીના શાનદાર દેખાવની પાછળ વિરાટ કોહલીની કપ્તાની છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter