રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના પુત્રનું USમાં હાર્ટએટેકથી નિધન

રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના પુત્ર પ્રવિણ પટેલનું અમેરિકા ખાતે નિધન થયું છે. અમેરિકાના ડલાસ ખાતે રહેતા પ્રવિણભાઈનું ઉંમર 60 વર્ષની હતી. જેમનું હાર્ટ ઍટેકના કારણે નિધન થયું છે.

પ્રવિણભાઈના નિધનના સમાચારથી કેશુભાઈનો પરિવાર શોકમગ્ન બની ગયો હતો. પ્રવિણભાઈની અંતિમવિધિ અમેરિકાના ડલાસ ખાતે જ કરવામાં આવશે ત્યારે પરિવાર તરફથી સ્વજનો અમેરિકા પહોંચાવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેશુભાઈ પટેલ આ અંતિમવિધિમાં પોતાની તબિયત સારી ન હોવાના કારણે હાજર રહી નહી શકે.

આ સમાચાર મળતાં જ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયરૂપાણીએ કેશુભાઈ પટેલને ફોન કરીને સાંત્વના પાઠવી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને ફોન કરીને દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેશુભાઈ પટેલની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. તેમની સાથે ભૂપેન્દ્ર યાદવ અને ભીખુભાઈ દલસાણીયા પણ પહોંચ્યા હતાં.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter