શોએબ અખ્તર બન્યો PCBનો નવો ચહેરો, સંભાળશે બે પદોની જવાબદારી

પાકિસ્તાન ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપતા તેમને ક્રિકેટ સંબંધિત મામલાઓમાં ચેરમેન નઝમ સેઠીના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. તેવામાં પાકિસ્તાનના આ પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલરને પીસીબીનો બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યો છે. આ અંગે શોએબે ટ્વિટ કરીને જણાવ્યું કે ‘હું આ નિયુક્તિથી પોતને સન્માનિત થયા હોવાનું અનુભવી રહ્યો છું. હું તે જ જુસ્સા સાથે કામ કરીશ, જે જુસ્સા સાથે હું ક્રિકેટ રમતો હતો. ‘

જો કે અગાઉ સેઠી અને અખ્તર વચ્ચે ઘણાં વિવાદો થયા છે. 2015ના વર્લ્ડ કપમાં વેસ્ટઇન્ડિઝ સામે કારમી હાર મેળવ્યા બાદ અખ્તરે સેઠી સહિત આખા પીસીબી મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવ્યા હતાં.

સેઠી જ્યારે 2013માં ચેરમેન હતાં ત્યારે ખ્તરે કહ્યું હતું કે સેઠીના રહેતા પાકિસ્તાન ક્રિકેટ બરબાદ થઇ રહ્યું છે અને તેમણે સમજવાની જરૂર છે કે તેઓ ચેરમેન છે ટીવી એન્કર નહી. જો કે હવે એવું લાગી રહ્યું છે કે તેમની વચ્ચેનો વિવાદ હવે દૂર થઇ ગયો છે અને તે જ કારણે અખ્તરને પીસીબી સાથે જોડાવાની તક મળી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter