GSTના કારણે Ford Volkswagenના રૂપિયા 1000 કરોડ ફસાયા

ફોર્ડ, નિશાન અને ફોક્સવેગન જેવા એક્સપોર્ટ આધારિત ઓટો ઉત્પાદક  ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ બધી કંપનીઓએ અગાઉ પેમેન્ટ કરી દીધુ છે અને હાલ ઈનપુટ ક્રેડિટ ટેક્સ માટે દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ એટલે જીએસટીના અમલ પછી ઉત્પાદકો ઈનપુટ ક્રેડિટ માટે ક્લેમ કરવા માટે સક્ષમ બનતા નથી.

એક અંદાજના અનુસાર, ઈનપુટ ક્રેડિટને કારણે ઈન્ડસ્ટ્રીઝના લગભગ રૂ.૧૦૦૦ કરોડ જેટલી રકમ અટવાઈ છે. ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિકિટિવે જણાવ્યુ કે, આ ઓટો ક્ષેત્રે બે પ્રકારની કંપની છે જેમાં એક્સપોર્ટ આધારિત કંપની સર્વ પ્રથમ અપફ્રટમાં પ્રોડક્ટ ઉપર ટેક્સ ચુકવે તે પછી તેના ઉપર ઈનપુટ ક્રેડિટનો દાવો કરે છે તે પછી કંપનીઓ વ્હિકલના ઉત્પાદન માટે જે  સ્થાનિક કોમ્પોનન્ટનો વપરાશ થયો હતો તેની સાથે એડજસ્ટ કરવામાં આવે છે.

જ્યારે મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓ જેનું સ્થાનિક વેચાણ વધારે તેમણે બીજી વિકલ્પ પસંદ કર્યો છે જેથી તેમણે કોઈ પણ પ્રકારનો દાવો કર્યો નથી.  ફોર્ડ, નિસાન અને ફોક્સવેગન જેવા ઉત્પાદકો સ્થાનિક વેચાણની તુલનાએ નિકાસમાંથી આવકનો મોટો હિસ્સો ધરાવે છે જે આવી કંપનીઓ ટેક્સ કન્ટેટ સંપુર્ણપણે એડજસ્ટ થતા નથી. નોંધનીય છે કે જુલાઈ પછી ઓટો મેન્યુફેક્ચર્સ ક્લેમ ફાઈલ કરી ન શકવાને કારણે રૂ.૧૦૦૦ કરોડ અટવાયા છે.  મુંબઈ તા.૬

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter