માન્ચેસ્ટર યૂનાઇટેડને હરાવી રીયલ મૈડ્રિડે સુપર કપ જીત્યો

ઇસ્કોના નિર્ણાયક ગોલની મદદથી રીયલ મૈડ્રિડે માન્ચેસ્ટર યૂનાઇટેડ કલબને 2-1થી હરાવી યુઇએફએ સુપર કપ ખિતાબ જીત્યો હતો.

રીયલ તરફથી કાસેમીરોએ 24મી મિનિટમાં પહેલો ગોલ કર્યો હતો. ત્યાર બાદ બીજા હાફમાં ઇસ્કોએ ગેરેથ બેલની મદદથી ગોલ કરી રીયલનો સ્કોર 2 પર પહોંચાડ્યો હતો. માન્ચેસ્ટર તરફથી રોમેલૂ લુકાકુએ કલબ માટે પ્રથમ ગોલ કર્યો હતો. રીયલે ત્યાર બાદ યૂનાઇટેડને પોતાના મજબૂત ડિફેન્સના દમ પર ગોલ કરવાની તક આપી ન હતી. આખે આ મેચમાં રિયલે માન્ચેસ્ટરને 2-1થી હરાવી ખિતાબ પોતાના નામે કર્યો હતો.

ઉલ્લેખનીય છેકે, રીયલે યૂરોપિયન સુપર કપ પર ચોથી વખત કબજો જમાવ્યો છે. આ પહેલા તેણે વર્ષ 1990માં ટ્રોફી પોતાના નામે કરી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter