ગજબ : ખિસ્સામાં પણ મુકી શકાશે આ ફૉલ્ડેબલ કી-બૉર્ડ

વૈજ્ઞાનિકોએ એક એવુ કી-બૉર્ડ બનાવ્યું છે જે લચીલું અને સાથે જ સસ્તુ પણ છે તથા તેને ખિસ્સામાં મુકીને ગમે ત્યાં લઇ જઇ શકાય તેમ છે. કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં ઉપયોગમાં લેવાતા આ ફૉલ્ડેબલ કી-બૉર્ડ પહેલાથી જ બજારમાં ઉપલબ્ધ છે. જો કે આ એક ચોક્કસ સીમા સુધી જ ફૉલ્ડ કરી શકાય છે. તેનો આકાર પણ મોટો હોય છે.

સાઉથ કોરિયાની સીજોંગ યુનિવર્સિટીના રિસર્ચર્સ આવું કી-બૉર્ડ વિકસાવવા માંગતા હતાં જે તેની સાથે સંબંધિચ રોજિંદાની સમસ્યાઓનો સામનો કરી શકે અને સંપૂર્ણ રીતે ફૉલ્ડ થઇ શકે.

ટીમે આ પ્રકારના કી-બૉર્ડ બનાવવા માટે નરમ સિલિકૉન રબરની શીટનો ઉપયોગ કર્યો જેના પર વાહક કાર્બન નેનો ટ્યૂબ લગાવવામાં આવ્યાં છે. આ કી-બૉર્ડ ફક્ત આંગળીઓના સ્પર્શ પર પ્રતિક્રિયા આપે છે. રિસર્ચર્સે યુઝર્સ માટે આ કી-બૉર્ડ પર દરેક અક્ષર, સંખ્યા અને અન્ય કી માટે સ્ક્વૅર બનાવ્યાં છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter