Flipkart Sale : Honor 7Aને માત્ર 8,999 રૂપિયામાં ખરીદવાની સોનેરી તક

ગત 6 મહિનામાં ભારતમાં ડ્યુઅલ કેમેરા ધરાવતા સ્માર્ટફોનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેની પહેલા ડ્યુઅલ રેર કેમેરા ધરાવતા સ્માર્ટફોનની કિંમતો વધુ હતી પરંતુ  હવે 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતે તમને ડ્યુઅલ રેર કેમેરા ધરાવતા સ્માર્ટફોન મળી જશે. હાલ હૉનરે ભારતમાં બે નવા સ્માર્ટફોન Honor 7A અને Honor 7C લૉન્ચ કર્યા હતા. તેમાં હૉનર એની આજે ફ્લિપકાર્ટ પર બપોરે 12 વાગ્યાથી સેલ શરૂ થશે.ફોનની ખાસિયતોની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રેર કેમેરા અને ફુલ વ્યુ ડિસ્પ્લે પણ છે.

હૉનર 7એમાં 5.7 ઇંચની એચડી ડિસ્પ્લે, ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 430 ઑક્ટાકૉર પ્રોસેસર છે. આ ફોન 3જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. સ્ટોરેજને 256જીબી સુધઈ એક્સપાન્ડ કરી શકાશે. ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રેર કેમેરા સેટઅપ છે. એક કેમેરા 13 અને બીજો 2 મેગાપિક્સલનો છે. સાથે જ 8 મેગાપિક્સલનો ફ્રેન્ટ કેમેરા છે. ફોનમાં 3000 mAhની બેટરી, ફિંગરપ્રિન્ટ સેન્સર, ફેસ અનલોક ફિચર, ડ્યુઅલ સિમ સપોર્ટ, એન્ડ્રોઇડ ઓરિયો 8.0 અને હેડફોન જેક આપવામાં આવ્યો છે. હૉનર 7એની કિંમત 8,999 રૂપિયા છે અને તેની સાથે જ તમને જિયો તરફથી 2200 રૂપિયાનું કેશબેત અને 50જીબી એક્સ્ટર્રા ડેટાનો લાભ મળશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter