કપિલ શર્માની ફિરંગીનું પ્રથમ મોશન પોસ્ટર થયું લોન્ચ

કોમેડી સર્કસથી જાણીતા બનેલા અને કોમેડી સર્કસ. કોમેડી નાઇટ્સ વિથ કપિલ અને ધ કપિલ શર્મા શૉ દ્વારા લોકોને હંસાવનારા કપિલ શર્મા ફરીથી એક ફિલ્મમાં આવવા તૈયાર છે.

કપિલ શર્મા  હવે આગામી ફિલ્મ ફિરંગીમાં જોવા મળશે.  અને તેનું પ્રથમ મોશન પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. અબ્બાસ મસ્તાનની ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરું દ્વારા  કપિલ શર્માએ  તેની બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. અને આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી હતી

ત્યાર બાદ કપિલે લાંબો બ્રેક લીધો હતો અને હવે તેણે બીજી ફિલ્મની જાહેરાત કરી હતી.

ફિરંગના  મોશન પોસ્ટરમાં કપિલ પોલીસના રોલમાં જોવા મળી રહ્યો છે. અને તે  એક ફિરંગી માણસને લાત મારી રહ્યો છે.  આ પોસ્ટરમાં કોઈ હિરોઇન જોવા નથી મળી રહી. પરંતુ ફિલ્મમાં ઇશિતા દત્તા તથા  મોનિક ગિલ જોવા મળશે. કપિલ શર્માએ આ મોશન પોસ્ટર પોતાના ટ્વિટર પર શેર કર્યું હતું.


ઇશિતા દત્તા  બોલિવૂડમાં કેટલીક ફિલ્મો કરી ચૂકેલી અભિનેત્રી તનુશ્રી દત્તાની બહેન છે આ ફિલ્મને  રાજીવ ઢીંગરાએ  લખી છે અને ડિરેક્ટ પણ કરી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter