મહિસાગરમાં ફિલ્મી ઢબે એન્કાઉન્ટર પણ સાચું, જાણો સમગ્ર સીન

મહિસાગર જિલ્લાના લુણાવાડામાં પોલીસ અને ચોર વચ્ચેના ક્રોસ ફાયરિંગમાં સાજીદ ઉર્ફે રાબડી નામના આરોપીનું મોત થયું છે. જોકે આ ઘટનામાં એક પોલીસકર્મીને પણ ઇજા પહોંચી છે. સાજીદ જે અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. આરોપી સાજીદે તલવારની ધારે મહિલાને બંધક બનાવી હતી જેને લઈને સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં સાજીદ યુસુફ શેખ ઉર્ફે રાબડીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જેને લઈને પોલીસે પણ સામે ફાયરીંગ કરવાની ફરજ પડી. જેમાં પોલીસ ફાયરિંગમાં રાબડીને ગોળી વાગતા તેનું મોત નીપજ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter