પરિક્ષાના સમયે ગુજરાત યુનિવર્સિટીમાં ફિલ્મનું શૂટિંગ : નજીવી રકમથી જગ્યા ભાડે આપી

ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદના વંટોળમાં આવી છે. આ વખતે વિવાદ ફિલ્મના શુટિંગ માટેનો છે. પરીક્ષાના સમયમાં હેરિટેજ ટાવર ગણાતા યુનિવર્સિટીનો કેટલોક ભાગ નજીવી રકમ લઈને એક ગુજરાતી ફિલ્મના શુટિંગ માટે ભાડે અપાયું છે. જેને કારણે અનેક વિદ્યાર્થીઓ હાલાકીમાં મુકાયા છે.

ગુજરાત યુનિવર્સિટી તેના આ ટાવરને લઈને આગવી ઓળખ ધરાવે છે. તો બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટી વિવાદોની યુનિવર્સિટી તરીકે પણ ઓળખાય છે. હંમેશા વિવાદોમાં રહેતી ગુજરાત યુનવિર્સિટી ફરીથી વિવાદોમાં ઘેરાઈ છે. આ વખતે વિવાદ ઉઠ્યો છે એક ફિલ્મના શુટિંગને લઈને. હેરિટેજ ટાવર ગણાતા યુનવર્સિટીમાં હાલ એક ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. જેને કારણે કુલપતિ, રજિસ્ટ્રારની ઓફિસ, પરીક્ષા વિભાગ અને એકેડેમિક વિભાગમાં જવાની કોઈને પણ મંજૂરી નથી. ત્યારે પરીક્ષાઓના સમયમાં જ વિદ્યાર્થીઓ હાલાકીનો સમાનો કરી રહ્યા છે.

CRICKET.GSTV.IN

ફિલ્મના શુટિંગ માટે એક પ્રોડક્શન કંપની પાસેથી યુનિવર્સિટીએ 50 હજાર ભાડું વસુલ્યુ છે. ગુજરાત યુનિવર્સિટીમાં અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલી વખત કેટલોક ભાગ આ રીતે ફિલ્મના શુટિંગ માટે ભાડે અપાયો છે. કુલપતિએ એવો ફોડ પાડ્યો કે આ નિર્ણય આર્થિક ફાયદા માટે નહીં પણ યુનિવર્સિટીના પ્રચાર માટે કરાયો છે. સિન્ડિકેટની બેઠકમાં બધાએ ભેગા મળીને આ નિર્ણય કર્યો હતો. ત્યારે કોઈ સિન્ડિકેટ સભ્યનું દબાણ હોય કે પછી કોઈને ફાયદો કરાવવાનો હોય તેવી પણ ચર્ચા થઈ રહી છે.

યુનિવર્સિટીનો પ્રચાર કરવાના બહાને ફિલ્મના શુટિંગ માટે હરખાઈ ગયેલા યુનિવર્સિટી તંત્રને એ  ભાન ન થયું કે પરીક્ષાઓના સમયમાં વિદ્યાર્થીઓને કેટલા પરેશાન થશે. શુટિંગ માટે ભાડે આપવું હોત તો વેકેશન સમયમાં પણ આપી શકાય.

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter