Movie Review : ટ્યૂબલાઇટ

ડિરેક્ટર કબીર ખાન અને સલમાન ખાનની જોડી ‘એક થા ટાઇગર’ અને ‘બજરંગી ભાઇજાન’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે હવે આ જોડી તેમની ત્રીજી ફિલ્મ લઇને આવ્યા છે અને તે ફિલ્મનું નામ છે ‘ટ્યૂબલાઇટ.’ આ વખતે ડિરેક્ટર કબીર ખાને હોલિવુડની ફિલ્મ ‘લિટલ બૉય’ થી પ્રેરિત થઇને આ ફિલ્મ બનાવી છે. કબીર-સલમાનની આગળની ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ સુપરહિટ રહેશે? આ સવાલનો જવાબ જાણવા માટે વાંચી લો ફિલ્મનો રિવ્યુ..

સ્ટોરી:

આ વાર્તા લક્ષ્મણ (સલમાન ખાન) અને તેના ભાઇ ભરત (સોહેલ ખાન)ની છે. લક્ષ્મણમાં છોકરમત હોવાને કારણે, તેને અડોશ-પાડોશના લોકો તેને ટ્યૂબલાઇટ કહીને બોલાવે છે. બાળપણમાં જ બંનેના માતા-પિતા મૃત્યુ પામ્યા હતા, જેના કારણે આ બંને એકસાથે મોટા થાય છે અને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. ભરતને આર્મીમાં નોકરી મળવાને કારણે તેણે ભારત-ચીનના યુદ્ઘમાં લડવા માટે બહાર જવું પડે છે, પરંતુ અમુક સમય સુધી જ્યારે લક્ષ્મણનો મોટો ભાઇ ભરત પરત નથી ફરતો ત્યારે લક્ષ્મણે તેને શોધવા માટે નીકળી પડે છે. સ્ટોરીમાં બન્ને ખાન(ઓમ પુરી), બાળ કલાકાર ગુઓ (માટીન) અને તેની માતા (ઝૂ ઝૂ) ની એન્ટ્રીની સાથે સાથે અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે. પરંતુ લક્ષ્મણને વિશ્વાસ છે કે તે પોતાના ભાઇને પરત લાવશે, શુ લક્ષ્મણ તેના ભાઇને પરત લાવવા માટે સફળ થશે કે નહી? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે..

જુઓ, આ સ્ટાર્સ હાજર રહ્યા ટ્યૂબલાઇટની સ્પેેશ્યલ સ્ક્રીનિંગમાં

ડિરેક્શન:

ફિલ્મનું ડિરેક્શન શાનદાર છે અને સિનેમેટોગ્રાફી, લોકેશન્સ પણ વાર્તા પ્રમાણે યોગ્ય અને શ્રેષ્ઠ છે. કારણ કે કબીર ખાન હંમેશાથી જ વર્જિન લોકેશન પર શૂટિંગ કરવા માટે જાણીતા છે..ફિલ્મની સ્કિપ્ટ વધુ સારી થઇ શકતી હતી. અસીમ મિશ્રાનું કેમેરા વર્ક સારું છે

એક્ટિંગ:

સલમાન ખાન આ ફિલ્મમાં તેની માચો મેનની ઇમેજ કરતા સાવ અલગ છે. ફિલ્મમાં સલમાને ઉમદા કામ કર્યુ છે. આ ફિલ્મમાં તેનું કામ તેના કરિયરની બેસ્ટ ફિલ્મોમાંથી એક ગણી શકાય છે. સ્વર્ગીય એક્ટર ઓમપુરીનું કામ અદ્ભૂત છે. ઓમ પુરીનું કેરેક્ટર જોઈને તમને અહેસાસ થશે કે આપણા સૈનિકો કેવી માટીના બનેલા છે.ચાઇલ્ડ કેરેક્ટરમાં માતીન રે તંગૂએ શાનદાર પરફૉર્મન્સ આપ્યુ છે જે તમને હસંવા પર મજબૂર કરી દેશે. સોહેલ ખાન અને ચાઇનીઝ એક્ટ્રેસ ઝૂ ઝૂની એક્ટિંગ પણ સારી છે. શાહરૂખનો કેમિયો આ ફિલ્મમાં ખૂબ ચર્ચામાં હતો. શાહરૂખે એક જાદુગર ગો-ગો પાશાનો મહત્વનો રોલ ભજવ્યો છે.

મ્યૂઝિક:

ફિલ્મનું મ્યુઝિક રિલીઝ પહેલાથી જ હિટ છે. ખાસ કરીને ‘રેડિયો’ અને ‘તિનકા-તિનકા’ સોન્ગ્સ ખૂબ સારા છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે.

ફિલ્મ જોવી કે નહીં:

‘ટ્યૂબલાઇટ’ સલમાન ખાનની પહેલી ફિલ્મ છે જેમાં તે માચો મેનના રોલમાં નહીં જોવા મળે, તેમ છતાં તેની એક્ટિંગ તમને પસંદ પડશે.જો તમે સલમાનના ફેન છો તો આ ફિલ્મ એક વખત જરૂરથી જોવી જોઇએ.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter