ફેન્સ વચ્ચે સિદ્ધાર્થ-રકુલે કર્યો રોમેન્ટિક ડાન્સ, વીડિયો Viral

સિદ્ધાર્થ મલ્હોત્રા, મનોજ બાજપેયી અને રકૂલ પ્રીત સ્ટારર ફિલ્મ અય્યારી રિલીઝ થઇ ચુકી છે. હાલમાં જ ફિલ્મની સ્ટારકાસ્ટ દિલ્હીમાં પ્રમોશન માટે પહોંચી. આ દરમ્યાન એક્ટ્રેસ રકુલ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફેન્સ વચ્ચે જઇને મસ્તી કરી હતી.

ફિલ્મની સ્ટારકાસ્ટ દિલ્હીના SRCC કોલેજમાં સ્ટૂડેન્ટ્સ વચ્ચે પહોંચ્યા હતા. જ્યા રકુલ અને સિદ્ધાર્થે ફિલ્મના ગીત લે ડૂબા પર પર્ફોર્મ કર્યું હતું. આ દરમ્યાન બન્નેની કેમેસ્ટ્રી જોવા મળી રહી હતી. બન્નેને ડાન્સ કરતા જોઇ ફેન્સે તેમને ચીયર અપ કર્યું હતું.

ડાન્સ કરતા સિદ્ધાર્થે રકુલને લિફ્ટ પણ કરી. ત્યારે ફેન્સ જોરથી હૂટિંગ કરવા લાગ્યા હતા. અય્યારીમાં બન્ને વચ્ચે ફિલ્માવેલ ગીત શાનદાર રહ્યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

ફિલ્મ અય્યારીને ક્રિટિક્સે સારા એવા રિવ્યૂ આપ્યા છે. ક્યાંક સ્ટોરીને થોડી કન્ફ્યૂઝિંગ બતાવવામાં આવી રહ્યી છે. પરંતુ મનોજ બાજપેયી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ઉમદા એક્ટિંગની સૌ કોઇએ સરાહના કરી રહ્યા છે.

અય્યારી ફિલ્મનું બજેટ લગભગ 65 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. જેમાં પ્રોડક્શન કોસ્ટ 50 કરોડ અને 15 કરોડ પ્રમોશન કોસ્ટ છે. પહેલા જ પેડમેન અને પદ્માવત બોક્સ ઓફિસ પર ટકી છે. અહીં રસપ્રદ એ બની રહેશે કે પેડમેન અને પદ્માવત આગળ આ ફિલ્મ કેટલી ટકે છે.

Watch Video :

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter