ઇકો ફ્રેન્ડલી વસ્ત્રો થકી કરો સ્ટાઇલ અને ફેશનનો સમન્વય

જગતમાં સતત પરિવર્તન આવતું રહે છે જોકે તમારામાંથી મોટા ભાગના લોકોનો એવો અનુભવ હશે કે મોટા ભાગે તો જૂની ફેશન જ નવા સ્વરૂપે આવતી હોય છે એટલે કે ફેશન ડિઝાઇનર નવી બોટલમાં જૂનો દારૂ પિરસતા હોય તેવી પરિસ્થિતિ ફેશન જગતમાં સામાન્ય છે. ઇકો ફ્રેન્ડલી ક્લોથિંગ એટલે કે જૈવિક વસ્ત્રો બાબતે પણ આવું જ કહી શકાય. છેલ્લા કેટલાક વખતથી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ફેશન વીકમાં ઇકો ફ્રેન્ડલી ક્લેક્શનની બોલબાલા છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ હોય છે કે આવા ક્લેક્શનમાં આઉટફિટ્સના ભાવ એટલા બધા હોય છે કે સામાન્ય માણસે આ આઉટફિટ્સ ખરીદવા એ ગજાબહારની વાત થઈ જાય છે. જોકે આ વખતે ફેશનવીકમાં જે વસ્ત્રો રજૂ થયા તે પ્રમાણમાં એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા કે સામાન્ય વ્યક્તિ પણ તેને ફેશનેબલ વેર તરીકે એપ્લાય કરી શકે અને તેના થકી  કાગરીનો બહોળા પ્રમાણમાં લાભ મળી શકે.

પહેલાના સમયમાં ઇકો ફ્રેન્ડલી ફેબ્રિક તરીકે કોટનનું કાપડ પ્રભુત્વ ભોગવતું હતું, પરંતુ ફેશન બદલાતા ફ્રેબિક જગતમાં પોલિએસ્ટર, લિનન, ક્રેયોન જેવા કૃત્રિમ રીતે બનતા કાપડનો વ્યાપ પણ વધ્યો. શરૂઆતમાં ફેશન પરસ્ત સ્ત્રીઓને આ બાબત ખૂબ પસંદ આવી, પરંતુ કૃત્રિમ ફેબ્રિકના કારણે ત્વચાને લગતી કેટલીકતકલીફો પણ વધવા માંડી એટલે ફરીથી લોકો કોટન અને અન્ય પ્રાકૃત્રિક રેસાઓ તરફ પાછા વળ્યા.

 

ફેશન જગતે થોડા વધારે ખાંખાખોળા કરીને કેળાના થડની છાલ અને રેસા, વાંસમાંથી મળતા રેસા, શણ, પાઇનેપ તથા બિચવૂડના પાન વગેરેનો ઉપયોગ કરીને નેચરલ ફ્રેબિક બનાવ્યા છે.

આ ફ્રેબિકમાંથી બનતા કપડાં એવા હોય છે જેનાથી ત્વચા પર રેશીઝ ( લાલ ચકામા , જે સામાન્ય રીતે સિન્થેટિક કાપડના કપડાં પહેરવાથી થાય છે, જેને આ પ્રકારની એલર્જી હોય તેમની ત્વચા અતિશય ખંજવાળ આવવાને લીધે લાલ થઈ જાય છે.) થાય છે. બાળકો માટે ડોક્ટર્સ કોટન કપડાંની જ ભલામણ કરતાં હોય છે આ બાબતને લીધે ફેશન જગતમાં ઇકોફ્રન્ડલી ક્લેક્શનની માંગ વધી હોય છે .

ફેશન પરસ્ત યુવતીઓને યાદ હશે કે ઇકો ફ્રેન્ડલી ફેશનના મંડાણ થાય ત્યારે જ્યૂટના કાપડે ખૂબ ધૂમ મચાવી હતી. જ્યૂટ એટલવે કે શણ, અગાઉના સમયમાં તો ઘઉં,ચોખા દાળ શણની ગુણોમાં આવતા હતા તેથી ઘરમાં તેનો ઉપયોગ શિયાળાની સિઝનમાં બેસવા માટે કરવામાં આવતો હતો.

 

પરંતુ એકદમ સસ્તી રીતે મળી રહેતા આવા કોથળાઓ ઉપર પ્રોસેસ કરીને ફેશન ડિઝાઇનર જ્યૂટના ડ્રેસીસ, જ્વેલરી અને બેગ બનાવવા લાગ્યા હતા. હાઇ એન્ડ ફેશન સ્ટોરની સાથે સાથે મેટ્રો શહેરમાં જ્યૂટના ડ્રેસ મટિરિયલ ખૂબ વેચાતા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter