લ્યો બોલો!: ખેડૂતો માટે પાણીની અછત અને રસ્તા પર છાંટવા પાણીની રેલમછેલ

નર્મદાની મુખ્ય કેનાલમાંથી ખેડૂતોને પાણી નહીં મળે તેવો  આદેશ સરકારે કર્યો છે. જેને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેડૂતોને સિંચાઇ માટે પાણી ન મળતા મહામુલો પાક સુકાઈ જવાની ચિંતા છે ત્યારે બીજી તરફ નર્મદાની મેઈન કેનાલમાંથી બિન્દાસ રીતે કોન્ટ્રકટરો નર્મદા કેનાલમાંથી રસ્તા બનાવવા માટે પાણીની ચોરી કરી રહ્યા છે.

નર્મદાની મુખ્ય કેનાલ પર રોડનું કામ ચાલી રહ્યું છે. જેના પર હજારો લિટર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પાણીની ચોરી ન થાય તે માટે નર્મદા નિગમ  સતત પેટ્રોલિંગ કરવામા આવી રહ્યું છે. જો બક નળી દ્વારા કોઇ ખેડૂત પાણી લેવાની  કોશિશ કરે તો તેને પાઈપ કાપી નાખવા મા આવે છે. ખેડુતોના મશીનો અધિકારીઓ ઉઠાવી જાય છે. જ્યારે બીજી તરફ કોન્ટ્રાકટરના ટેન્કરો દ્વારા બેફામ રીતે પાણી ઉપાડાય છે.અને આ પાણી રસ્તા પર છાંટવામાં આવી રહ્યા છે.

CRICKET.GSTV.IN

આ વર્ષે પાણીની તંગી હોવાની વાત રાજ્ય સરકારે કરી છે ત્યારે સવાલ થાય કે જો પાણીની તંગી હોય તો પછી રસ્તા પર આ રીતે પાણી છાંટવાનો શો અર્થ છે. શું ખેડૂતોના લોહીં સીચેલા પાક કરતા પણ રસ્તા પર પાણી છાંટવું જરૂરી છે આવો સવાલ ઉભો થાય તે સ્વાભાવિક વાત છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter