જૂનાગઢમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં ખેડૂતોનો હોબાળો

સરકારે આજથી તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કર્યો. ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. નોંધણીમાં વિલંબ થતાં તુવેર વેચવા આવેલા ખેડૂતો રોષે ભરાયા હતા. બે હજાર ખેડૂતોની નોંધણી કરવા માટે માત્ર બે જ ટેબલ રાખવામાં આવતાં ખેડૂતો રોષે ભરાયા હતા. તુવેરની ખરીદી ઑનલાઇન કરવાની હોય છે. અને 8મી માર્ચે ઑનલાઇન ખરીદી કરવાની હતી તેમ છતા ઑનલાઇન ખરીદી થઈ નથી. અને મેન્યુઅલ નોંધણીમાં પણ 5 ટેબલ મૂકવાની જગ્યાએ બે હજાર ખેડૂતો વચ્ચે માત્ર બે જ ટેબલ મૂકાતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter