ઇમરજન્સી વધારી માલદીવની ચેતવણી – દખલ ન આપે કોઇ દેશે, ભારત-US હેરાન

માલદીવમાં ઇમરજન્સી વધારવાના નિર્ણય પર ભારત અને અમેરિકાએ નિરાશા અને હેરાની વ્યક્ત કરી છે. જ્યારે કે ત્યાંની સરકારે કોઇ પણ પ્રકારની આશંકા પર ચેતવણી આપી છે. માલદીવના વિદેશ સચિવ અહમદ સરીરે બુધવારે ભારતના રાજદૂત અખિલેશ મિશ્રા સાથે મુલાકાત કરી અને ભારતની ચિંતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં ભારતે કહ્યું છે કે અમને તે વાતનું ઘણુ આશ્ચર્ય છે કે માલદીવની સરકારે ઇમરજન્સીને 30 દિવસ સુધી વધારી દીધી છે.

ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે જણાવ્યું છે કે ઇમરજન્સી વધારવા માટે જે રીતે ત્યાંની સંસદમાં મંજૂરી આપવામાં આવી. તે માલદીવના બંધારણ સાથે બંધ બેસતુ નથી. તે ચિંતાનો વિષય છે. આ પહેલા રાજકીય પ્રક્રિયાને શરૂ થવામાં વિલંબ થશે. ન્યાયપાલિકા સહિત લોકતાંત્રિક સંસ્થાઓનું કામકાજ ઠપ્પ રહેશે. તે વાતની આશંકા છે કે માલદીવમાં પુનઃ સામાન્ય સ્થિતિ સ્થપાવવામાં વધુ વિલંબ થશે. તે જરૂરી છે કે તમામ લોકતાંત્રિક સંસ્થાઓને બંધારણ મુજબ નિષ્પક્ષ અને પારદર્શી રીતે કામ કરવા દેવામાં આવે. આ તરફ અમેરિકાએ પણ ઇમરજન્સી વધારવા પર નિરાશા વ્યક્ત કરી છે.

માલદીવની સરકારે જણાવ્યું છે કે તેમણે પોતાના આંતરરાષ્ટ્રીય મિત્રો અને સહયોગીઓની ચિંતાઓને ધ્યાનમાં રાખી છે. ઇમરજન્સી વધારવાની સલાહ રાષ્ટ્રી સુરક્ષા કાઉન્સિલ તરફથી આપવામાં આવી હતી. સંસદે તેને મંજૂરી એટલા માટે આપી છે કારણ કે સુપ્રીમ કોર્ટના એક ફેબ્રુઆરીના આદેશથી રાષ્ટ્રી સુરક્ષાને ખતરો હતો. ઇમરજન્સી અંગેનો નિર્ણય અંતિમ પ્રયાસના ભાગરૂપે લેવામાં આવ્યો છે.

સરકારે જણાવ્યું કે જો રાષ્ટ્રીય સુરક્ષા પર મંડરાઇ રહેલો ખતરો સંતોષજનક રીતે ઉકેલી લેવાશે તો ઇમરજન્સી હટાવી લેવામાં આવશે. તે જરૂરી છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અમારા મિત્ર અને સહયોગી માલદીવ સરકાર અને જનતાની સાથે ઉભા રહે. માલદીવે ચેતવણી ભર્યા અંદાજમાં જણાવ્યું કે તેઓ એવા કોઇ પણ પગલા ભરવાથી બચે જે પહેલાથી સંવેદનશીલ સ્થિતિને વધુ ખરાબ કરે અને માલદીવમાં સામાન્ય સ્થિતિની બહાલીને પાટા પરથી ઉતારે.

માલદીવની સરકાર વિપક્ષ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે કારણ કે તે સ્થિતિ સામાન્ય કરવા માટે જરૂરી છે. સરકાર આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે. માલદીવ સરકારે કહ્યું કે તે પોતાને ત્યાં વિદેશી નાગરીકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter