આ ટિપ્સની મદદથી તમારા સ્માર્ટફોનમાં ડિલિટ થઇ ગયેલા નંબરો મેળવો ફરીથી

શું તમારા મોબાઈલમાં કોઈ જરૂરી નંબર ભૂલથી ડિલિટ થઇ ગયો છે? તો હવે ગભરાવાની જરૂર નથીં આ ટિપ્સની મદદથી તમે તમારા ડિલિટ નંબર ફરીથી રિકવર કરી શકશો. આજે અમે તમને કેટલાક એવા સ્ટેપ વિશે કહીશું કે જેની મદદથી તમે તમારા ડિલિટ થયેલા નંબર પાછા મેળવી શકશો. બધા એન્ડ્રોઇડ ફોન એક જ જીમેઈલ આઈડીથી લિંક થયેલા હોય છે.

તમે તમારા મોબાઈલમાં કોઈપણ નંબર સેવ કરો છો તો તે નંબર તમારા જીમેઈલ આઈડી પર સેવ રહે છે. પરંતુ આ જીમેઈલ આઈડીમાં કેવી રીતે તમારા જુના નંબર રિકવર કરવા તે આજે અમે તમને જણાવીશું.

Step- 1: તમારા જીમેઈલ આઈડીને લોગ-ઈન કરો.

Step- 2: અહીં તમને જમણી બાજુ ગૂગલની નીચે જીમેઈલ જોવા મળશે.

Step- 3: તેના પર ક્લિક કરવાથી તમને ત્રણ વિક્લપ જોવા મળશે. જેમાં જીમેઈલ, કોન્ટેક્ટ્સ અને ટાસ્ક સામેલ છે. હવે તમે કોન્ટેક્ટ્સ ઓપ્શન પર ક્લિક કરો.

Step- 4: તેના પર ક્લિક કરતાંની સાથે જ એક નવું પેજ સામે આવી જશે. આ પેજ પર તમને ફોનમાં સેવ બધા નંબર જોવા મળશે. તમે આ નંબરની સાથે બેકઅપ ડિલેટ પણ કરી શકો છો.

આ પ્રક્રિયા ત્યારે જ કામમાં આવશે જ્યારે તમારો ફોન જીમેઈલ કોન્ટેક્ટ્સ સાથે લિંક થયેલો હશે. ફોનમાં જીમેઈલ કોન્ટેક્ટ્સને લિંક કરવા માટે આ નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો.

Step- 1: ફોનના સેટિંગ્સમાં જાઓ અને કોન્ટેક બેકઅપને ઓન કરો.

Step- 2: સેટિંગ્સમાં એકાઉન્ટ અને સ્ક્રેન ઓપ્શનને સિલેક્ટ કરો, અને જીમેઈલ એકાઉન્ટને એક્ટિવેટ કરો.

Step- 3: ત્યારબાદ તમારા ફોનમાં બધા નંબર ઓટોમેટિક જીમેઈલ બેકઅપ પર સેવ થઇ જશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter