વિરાટ સાથે લગ્ન કરવા માંગતી હતી, લગ્ન બાદ આવી પ્રતિક્રિયા આપી

લાંબા સમય પછી સોમવારે ઈટલીમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પ્રભુતામાં પગલા માંડ્યા બાદ દિગ્ગજ ક્રિકેટરો અને બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓએ નવ દંપતિને અભિનંદન પાઠવ્યા છે, પરંતુ આ દરમ્યાન ઈગ્લેન્ડની મહિલા ટીમની ખેલાડી ડેનિયલ વેટે કોહલી અને અનુષ્કાને અભિનંદન પાઠવ્યા છે.

ઈગ્લેન્ડની મહિલા ટીમની ખેલાડી ડેનિયલ વેટ વિરાટ કોહલીની પ્રશંસક છે અને તેણે 2014માં વિરાટ કોહલીને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. ડેનિયલના લગ્નના પ્રસ્તાવ બાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દે ખૂબ જ ચર્ચા થઈ હતી.

વેટે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અભિનંદન આપતાં લખ્યું કે, ‘વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને અભિનંદન.’

આ પહેલા વર્ષ 2014માં ડેનિયલે વિરાટને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો.

મહત્વનું છે કે, સોમવારે ઈટલીમાં વિરાટ કોહલી અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ લગ્ન કર્યા. આ લગ્ન સમારોહમાં વિરાટ અને અનુષ્કાના નજીકના મિત્ર અને સંબંધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter