VIDEO : સિડની વનડેમાં સ્ટીવન સ્મિથની વિકેટ પર વિવાદ સર્જાયો

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવામાં આવેલી ત્રીજી વનડેમાં 16 રનોથી જીત હાંસલ કરી ઇંગ્લેન્ડે સિરીઝ પર કબ્જો કર્યો. આ સાથે ઓસ્ટ્રેલિયાના હાથે એશિઝ સિરીઝમાં મળેલી શરમજનક હારનો બદલો પણ ઇંગ્લેન્ડે લઇ લીધો. જોકે મેચ દરમ્યાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવન સ્મિથની વિકેટને લઇને વિવાદ પણ ઉઠ્યો.

303 રનોનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ એક સમયે ઇનિંગ પર બાજી સંભાળે હતી પરંતુ 34મી ઓવરમાં માર્ક વુડની બોલ પર સ્મિથના જોસ બટલરના હાથો કેચ આઉટ થયા બાદ કંગારૂ ટીમે મોટો ઝટકો લાગ્યો. જોકે કેટલાક લોકોનું કહેવું છે કે સ્મિથનો કેચ યોગ્ય નહોતો.

ઓવરની અંતિમ બોલમાં સ્મિથના બેટથી અથડાઇને પાછળ વિકેટકીપર બટલર તરફ ગઇ અને બટલરે બોલ પકડીને કેચ આઉટની જોરદાર અપીલ કરી. જોકે કેચ પૂર્ણ રીતે સ્પષ્ટ લાગી રહ્યો નહોતો તેથી ફિલ્ડ ક્રિસ ગેફનીએ થર્ડ એમ્પાયરની મદદ લીધી. પરંતુ ગેફનીએ સોપ્ટ ડિસમિસલ આઉટ આપ્યો. થર્ડ અમ્પાયર કુમાર ધર્મસેના પણ કોઇ નક્કર નિર્ણય લઇ શક્યા નહોતા તેથી તેમણે ફિલ્ડ એમ્પાયરના નિર્ણયને ધ્યાનમાં રાખતા સ્મિથને આઉટ આપ્યો.

કોમેન્ટેટર અને પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન અલેક સ્ટીવર્ટે કહ્યું કે ફીલ્ડ એમ્પાયરના આપેલા સોફ્ટ સિગ્નલને થર્ડ અમ્પાયરના નિર્ણય પર ઘણો પ્રભાવ પાડ્યો છે. સ્મિથ સિડની વનડેમાં 66 બોલમાં 45 રન બનાવીને પોતાની અર્ધસદી પૂરી કર્યા વિના આઉટ થયો.

સ્મિથના આઉટ થયા સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 181 પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. અતિંમ ઓવરમાં ક્રિસ વોક્સની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયન ટીમ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 286 રન બનાવી શકી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter