બેંક એસોસિયેશને 1 કરોડ કે વધુ રકમની લોનના ડિફોલ્ડર જાહેર કરવા કરી માંગણી

ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇ એસોસિયેશને એવી માંગણી કરી હતી કે રૂ.1 કરોડ કે તેથી વધુ રકમની લોન લઇને બાદમાં લોન નહીં ભરીને ઇરાદાપૂર્વક ડિફોલ્ટર જાહેર થઇ જતાં ડિફોલ્ટરોના નામોની યાદી જાહેરલ કરહવા કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ને આપવી જોઇએ. આગામી બજેટની પૂર્વ તૈયારી રૂપે બેંકના કર્મચારીઓ પાસેથી મંગાવવામાં આવતા સૂચનો. અભિપ્રાયો અને માંગણીઓની યાદીમાં બેકિંગ કર્મચારીઓએ આ માંગને પણ સમાવી લીધી છે.

આ એસોસિયેશને દાવો કર્યો હતો કે તે જાહેર ક્ષેત્રની, ખાનગી ક્ષેત્રની, વિદેશી, પ્રાદેશિક અને કો-ઓપરેટિનવ બેંકોમાં કામ કરતાં અંદાજે 10 લાખ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ડિફોલ્ટરોના નામોની યાદી દર છ મહિને છેલ્લાંમાં છેલ્લાં અપડેટ સાથે પ્રસિદ્ધ થવી જોઇએ, અને ઇરાદાપૂર્વક ડિફોલ્ટર જાહેર થતાં ડિફોલ્ટરોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની, વિધાનસભાની અને સંસદની ચૂંટણીઓ લડતા અટકાવવા જોઇએ, અને જે ડિફોલ્ટર જો કોઇ મોટો હોદ્દો ધરાવતો હોય તો તેઓને હોદ્દો છોડી દેવા સરકારે જણાવી દેવું જોઇએ એમ એસોસિયેશને માંગ કરી હતી.

બેંકોની પરત નહીં આવતી લોનની વધુને વધ વસુલાત માટે કેન્દ્ર સરકારે આકરો કાયદો ઘડવો જોઇએ અને બેંકોની બેડલોનની રિકવરી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટને વધુ સત્તા આપવી જોઇએ, અને જે કંપનીઓ પોતાના બેંકોના દેવાઓને પરત કરવા નવેસરથી કોઇ આયોજન કરવા માંગતી હોય એવી કંપનીઓને તાત્કાલિક બંધ કરી દેવી જોઇએ અને તેની પાસેથી લોન કેવી રીતે વસુલ કરી શકાય તે બાબત ઉપર જ સંપૂર્ણઇ ધ્યાન અપાવું જોઇએ એમ એસોસિયેસને સરકાર સમક્ષ માંગ કરી હતી.

ટેકનિકલ કારણોસર માંડવાળ કરાયેલી અથવા તો ખુબ જ ચતુરાઇપૂર્વક માંડવાળ કરાયેલી લોનની વસુલાત માટે બેંકોને જનરલ મેનેજર કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં એક અલગ જ સંસ્થાની રચના કરવાની સલાહ અપાવી જોઇએ. એસોસિયેશને વધુમાં એવી પણ માંગ કરી હતી કે આ પ્રકારે વસુલ કરાયેલી લોનની તમામ વિગતો બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સમક્ષ રજૂ કરાવી જોઇએ અને દર ત્રણ મહિને તે માહિતી કેન્દ્રિય નાણાં મંત્રાલયને પણ મોકલી અપાવી જોઇએ. જો કોઇ કંપની ડિફોલ્ટર જાહેર થાય તો તેના પ્રમોટરોની મિલ્કતો જપ્ત કરવા કાયદામાં પણ સુધારોલ કરવો જોઇએ.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter