સાતમાં પગાર પંચનો લાભ ન મળતા 50 ગ્રામીણ ડાક સેવકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર

વડોદરાના પાદરામા GDS BPM પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. અને પોતાની માંગણીની રજૂઆત સાથે પાદરા પોસ્ટ માસ્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. સાતમો વેતન પંચનો લાભ નહિ અપાતા આશરે 50 જેટલા ગ્રામીણ ડાક સેવકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. 2016માં કમિટી દ્વારા ભારત સરકારને રિપોર્ટ કરાયો હતો. કમલેષચંદ્ર કમિટીએ કેન્દ્ર સરકારને રિપોર્ટ કરવા છતાં. આજદિન સુધી અમલ નહિ કરાતા ગ્રામીણ ડાક સેવકો હડતાળ પર ઉતર્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter