એક જ દિવસમાં 1600 જેટલા મેમો ફાટ્યા સરકારને અધધધ પાંચ લાખની આવક

રાજ્યના મહાનગરોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરીને ઈ-મેમો પ્રથા ફરીથી શરૂ કરાઈ છે. અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી કહ્યું કે ઈ-મેમો શરૂ કરવાથી ટ્રાફિક ક્રાઈમમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે આગામી ત્રણ માસમાં રાજ્યના તમામ માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવશે. મહાનગરોમાં ફરીથી ઈ-મેમો શરૂ થતાં એક જ દિવસમાં 1600 જેટલા મેમો ફાટ્યાં છે. જેમાં પોણા પાંચ લાખની આવક રાજ્ય સરકારને થઈ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter