ખોટા અહેવાલો પર ભડકેલી એકતા કપૂરે કહ્યું, વિકાસ ગુપ્તા પોતાની ક્ષમતાના આધારે શો જીતશે

હાલ બિગબોસનો ફિનાલે વીક ચાલી રહ્યો છે અને આ વચ્ચે એવા અહેવાલો પણ આવી રહ્યાં છે કે વિકાસ ગુપ્તાને વિજેતા બનાવવા માટે એક્તા કપૂરે કલર્સ ટીવી પર દબાણ કર્યું છે. આ અહેવાલ આવ્યાં બાદ એક્તાએ એક ટ્વીટ દ્વારા રોષ વ્યક્ત કર્યો છે.

સોશિયલ મીડિયાના ટ્વીટર હેન્ડલ પર બિગબોસના નામથી બનેલા એક પેજમાં ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે એકતા કપૂરે કલર્સ ટીવીને ધમકી આપી છે કે જો વિકાસ ગુપ્તાને આ શોનો વિનર બનાવવામાં નહી આવે તો ભવિષ્યમાં તે કલર્સ સાથે કામ નહી કરે.

આ ઉપરાંત અન્ય અહેવાલોને પણ નકારી કાઢતાં એકતા કપૂરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરતાં લખ્યું છે કે મારું નામ લેવાનું બંધ કરો કારણે કે વિકાસ ગુપ્તા આ શો જીતશે તો તે પોતાની ક્ષમતાના આધારે.

ઉલ્લેખનીય છે કે ફાઇનલ વીકના મિડ એલિમિનેશન રાઉન્ડમાં આકાશ દાદલાની ઘર માંથી બહાર થઇ ગયો છે અને હવે બિગબોસના ઘરમાં ફક્ત ચાર કન્ટેસ્ટન્ટ્સ બાકી છે. વિકાસ ગુપ્તાને ટીવી ઇન્ડસ્ટ્રીનો ઘણો સપોર્ટ મળી રહ્યો છે અને તેના ફેન્સ પણ તેને સપોર્ટ કરી રહ્યાં છે. હવે જોવું રહ્યું કે આ શોમાં કોણ વિજેતા બને છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter