એકતા કપૂરે આ 7 સામાન્ય કલાકારોને બનાવ્યા સ્ટાર, બધાનું ભાવિ બદલ્યું

ટીવી દુનિયાની ક્વીન એકતા કપૂર ઘરે-ઘરે ઓળખાય છે. સામાન્ય કલાકારને સ્ટાર બનાવવાનો શ્રેય એકતા કપૂરને જાય છે. ટીવીથી લઇને વેબસીરીઝ સુધી એકતાનું જ રાજ ચાલે છે અને એટલે જ તો એકતાને સ્ટાર મેકર કહેવામાં આવે તો પણ ખોટું કહી શકાય નહીં. એકતા એવી નિર્માતા છે જે નાના પડદે મોટી આવક કમાય છે. આજે એવા 7 સામાન્ય કલાકારોની વાત કરીએ જેને એકતાએ સ્ટાર બનાવ્યાં.

સૌપ્રથમ સુશાંતસિંહ રાજપૂતની વાત કરીએ. ટીવી પર સીરિયલ પવિત્ર રિશ્તાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સુશાંતને સૌપ્રથમ એકતાએ તક આપી હતી. આ સીરિયલથી સુશાંત જોતજોતામાં મહિલાઓના સ્ટાર બની ચૂક્યા હતાં. જેને કારણે તેમને બૉલીવુડમાં મોટી તક મળી હતી અને તેમને એમ એસ ધોની, કાય પો છે અને પીકે જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યુ હતું.

દિગ્ગજ અભિનેત્રી વિદ્યા બાલન ટીવીનો જૂનો ચહેરો છે. તેઓ ટીવી શો ‘હમ પાંચ’માં દેખાયા હતાં. અહીં જણાવવાનું કે ‘હમ પાંચ’ને લાવનાર એકતા કપૂર જ છે. ત્યારબાદ વિદ્યાનું નસીબ ચમક્યું હતું અને તેમણે ફિલ્મ ‘પરિણીતા’માં શાનદાર પાત્ર ભજવ્યું હતું. જ્યારે ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’થી બોલીવુડ ક્ષેત્રમાં સુંદર પ્રસિદ્ધી મળી.

રૉનિત રૉય ફિલ્મોમાં ફ્લૉપ થયા બાદ એકતાની સીરિયલ ‘કસોટી જિંદગી’માં પાત્ર ભજવ્યુ હતું. આ સીરિયલે રૉનિતને ‘મિસ્ટર બજાજ’ના નામની ઓળખ આપી. જે આજે પણ ઘરે-ઘરે જાણીતી છે. બાદમાં રોનિત બૉલીવુડની કેટલીક મોટી ફિલ્મોમાં દેખાયા.

એકતા કપૂરે બૉલીવુડને સુંદર અભિનેત્રી પ્રાચી દેસાઈ પણ આપી. અહીં જણાવવાનું કે એકતાની સીરિયલ ‘કસમ’થી ટીવી ડેબ્યુ કરનારી પ્રાચી હિટ થયા બાદ સીધી બૉલીવુડમાં એન્ટ્રી મેળવી. તેમણે ફિલ્મ ‘રૉક ઑન’, ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ’ અને ‘બોલ બચ્ચન’માં પાત ભજવ્યા હતાં.

એકતાના હિટ લિસ્ટમાં અભિનેતા રાજીવ ખંડેલવાલનું નામ પણ આવે છે. તેઓ ટીવી ‘સીરિયલ કહી તો હોગા’માં પ્રથમવાર જોવા મળ્યાં હતાં અને ત્યાંથી જ લોકોએ તેમને ઓળખવાનું શરૂ કર્યુ. બાદમાં તેમને ફિલ્મોમાં પણ કામ મળવાનું શરૂ થયું. તેમણે ફિલ્મ આમિર, ફીવર અને ટેબલ નંબર 21માં રોલ કર્યો હતો.

એકતા કપૂરની સુપરહિટ સીરિયલ ‘નાગિન’થી સૌ કોઈ વાંકેફ છે. આ શોમાં મોની રૉયને નવી ઓળખ મળી. મહત્વનું છે કે, આ સીરિયલમાં નાગીનનું પાત્ર ભજવ્યા બાદ મોનીનું નસીબ ચમકી ગયું અને તેમને અપકમિંગ બૉલીવુડ ફિલ્મ ‘રેસ-3’માં જોવા મળશે.

છેલ્લે અભિનેત્રી અનિતા હસનંદાની વાત કરીએ. અનિતા ટીવીનો જૂનો ચહેરો છે. તેઓ ટીવી સીરિયલ ‘કાવ્યાંજલિ’થી ડેબ્યુ કરતા જોવા મળ્યા હતાં. અનીતા આજે નાના અને મોટા બંને સ્ક્રીન પર કામ કરે છે. તેમણે કોઈ ‘આપ સા’, ‘કૃષ્ણા કૉટેજ’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. અહીં જણાવવાનું કે, અનિતા અત્યારે એકતા કપૂરની સુપરહિટ સીરિયલ ‘યે હૈ મહોબ્બતે’માં કામ કરી રહી છે અને ટીવી સીરિયલ ‘નાગિન 3’માં પણ તેઓ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter