રેસ્ટોરાંમાં ખાવાનું થશે સસ્તુ, સરકાર 12% કરી શકે છે GST

ચૂંટણી આવતા મોદી સરકાર હવે શહેરના મિડલ ક્લાસને ખુશ કરવા માટે તેમને GSTમાં મોટી રાહત આપી શકે છે. કહેવાઇ રહ્યુ છે કે, GST કાઉન્સિલની આગામી બેઠકમાં AC રેસ્ટોરાંમાં ખાવા પર GSTની હાલના 18%ના દરને સરકાર ઘટાડીને 12% કરી શકે છે. જો આવું થાય તો રેસ્ટોરામાં ખાવાનું પહેલા કરતાં સસ્તું થઇ જશે. જોકે, આ પ્રસ્તાવને મંજૂરી મળવાથી રેસ્ટોરાંને ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો જતો કરવો પડી શકે છે.

AC રેસ્ટોરાંમાં અત્યારે 18% અને Non-AC રેસ્ટોરાંમાં 12% GST વસૂલવામાં આવે છે. જો બંને પ્રકારની રેસ્ટોરા માટે GSTના રેટને એક સમાન કરવામનાં આવે તો તેમાં ઈનપુટ પર ચુકવવામાં આવેલા ટેક્સને ક્લેમ કરવાની સુવિધા છોડવી પડી શકે છે. એક સરકારી અધિકારી અનુસાર, આમ જોઇ શકાય છે કે ”રેસ્ટોરાં પોતાના કસ્ટમર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નથી આપી રહી.” GST કાઉન્સિલ મુજબ તેના પર વિચાર કરવા માટે એક કમિટી બનાવવામાં આવી છે.

રેસ્ટોરાંના માલિકોએ દરેક પ્રકારની રેસ્ટોરાં માટે 12% GST રેટ નક્કી કરવાની સાથે જ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો યથાવત કરવાની માંગ કરી હતી. એક કરોડ રૂપિયા સુધીનું વાર્ષિક ટર્નઓવરવાળા રેસ્ટોરાં કંપોઝિશન સ્કીમનો ઉપયોગ કરી શકે છે, જેમાં કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટના 5% ટેક્સ આપવનો હોય છે. સરકાર આ સ્કીમ નાના વેપારીઓની મદદ માટે લાવી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે, GST કાઉન્સિલને ફરિયાદ મળી હતી કે રેસ્ટોરાં 18% GST વસૂલવા છતાં ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો કસ્ટમરને નથી આપતા. 1 જુલાઈએ GST લાગુ થયા પછી આ પ્રકારની સર્વિસિસ પર ટેક્સ 15% થી વધારીને 18% કરાયો હતો. જોકે, આની પાછળ તર્ક એ હતો કે ઈનપુટ ટેક્સ ક્રેડિટના કારણે આ વધારાને સહન કરવો પડી રહ્યો છે.

ઈન્ડસ્ટ્રી તરફથી લોબિંગ કર્યા પછી GST કાઉન્સિલની કંપોઝિશન સ્કીમ વધારે આકર્ષક બનાવવા માટે અને રેસ્ટોરન્ટ્સ પર GST રેટ ફરી વિચાર કરવા માટે અસમના નાણા મંત્રી હેમંત બિસ્વા સરમાની આગેવાનીમાં એક કમિટી બનાવી હતી. કમિટીએ બે અઠવાડિયામાં રિપોર્ટ આપવાનો હતો. અધિકારીઓએ જણાવ્યું કે કમિટીએ પોતાના સલાહ-સૂચનોને અતિમ રૂપ આપી દીધું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter