હેમા માલિનીએ પ્રથમ વખત સાવકા પુત્ર સની દેઓલ સાથેના સંબંધો પર ખોલ્યું રહસ્ય

બોલીવૂડની ડ્રીમ ગર્લ અને ભાજપના સાંસદ હેમા માલિનીએ પ્રથમ વખત પોતાના સાવકા પુત્ર અને બોલીવૂડ અભિનેતા સની દેઓલને લઇને ખુલીને વાત કરી છે.

હેમા માલિનીએ પોતાના 69 જન્મ દિવસ પર પોતાની બાયોગ્રાફીના લોન્ચિંગ પ્રસંગે સની દેઓલને લઇને કહ્યું કે, લોકો અમારા સંબંધોને લઇને અલગ-અલગ પ્રકારની અટકળો લગાવતા રહે છે. પરંતુ, જે પણ અટકળો લગાવવામાં આવી રહી છે, તેમાં બધુ યોગ્ય નથી. તે સંપૂર્ણ રીતે ખોટુ છે. સની સાથે મારા સંબંધ હમેશા સારા છે. એટલે સુધી કે જ્યારે મારો અકસ્માત થયો ત્યારે સની મારા ઘર પહોંચનાર પ્રથમ વ્યકિત હતો. એટલું જ નહીં તેણે તબીબો સાથે પણ વાતચીત કરી અને તેણે સૂચના પણ આપ્યો હતો.

સની વિશે વધુ વાત કરતા હેમા માલિનીએ કહ્યું કે, લોકો એ વિચારે છેકે, તે મારો સાવકો પુત્ર છે. એટલા માટે અમારા બંને વચ્ચે વાતચીત થતી નથી. નોંધપાત્ર છે કે, ધર્મેન્દ્ર અને હેમા માલિીએ વર્ષ 1979માં લગ્ન કર્યા હતા. બંને એક સાથે કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. હેમા માલિની સાથે લગ્ન કરતા પહેલા ધર્મેન્દ્ર પ્રકાશ કૌર સાથે લગ્ન કરી ચૂક્યો હતો અન તેને સની અને બોબી સહિત ચાર બાળકો પણ હતા. જ્યારે હેમા માલિની અને ધર્મેન્દ્રને બે દીકરીઓ આહના અને એશા દેઓલ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter