ફોર્બ્સ લિસ્ટ: USના રાષ્ટ્રપતિ ટ્રમ્પ 92 રેન્ક નીચે ખસક્યાં, જ્યારે ઝુકરબર્ગને સૌથી વધારે ફાયદો

ભલે અમેરિકાના અમીરો વધુ અમીર બની રહ્યા હોય, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિ ઘટી ગઈ છે. ‘ ફોર્બ્સ’ની નવી યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિ 600 મિલિયન ડોલર (3900 કરોડ રૂપિયા) ઘટીને 3.1 અબજ ડોલર થઈ ગઈ છે. મંગળવારે જાહેર કરાયેલી ‘ફોર્બ્સ’ ની નવી યાદીમાં 400 અબજપતિઓનાં નામ છે. પ્રાઇવેટ સેક્ટરમાંથી વ્હાઇટ હાઉસ સુધી પહોંચનારા પ્રથમ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 400 અબજપતિઓની યાદીમાં નામ છે.

માઇક્રોસોફ્ટના કૉ-ફાઉન્ડર બિલ ગેટ્સ સતત 24મી વખત અબજોપતિની લિસ્ટમાં પહેલા સ્થાન પર છે.બિલ ગેટ્સની કુલ સંપત્તિ 89 અબજ ડોલર આંકવામાં આવી છે. જ્યારે એમઝોનના ફાઉન્ડર જેફ બેજોસ 81.5 અબજ ડોલરની સંપત્તિ સાથે ક્રમમાં બીજા ક્રમે છે. પ્રાઇવેટ સેક્ટરથી વ્હાઇટ હાઉસ સુધી પહોંચનાર પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ 400 અબજોપતિની લિસ્ટમાં 248માં સ્થાન પર છે. સ્નેપચેટના 27 વર્ષીય ફાઉન્ડર ઇવાન સ્પીગલ પણ ટ્ર્મ્પની સાથે 248માં સ્થાન પર છે. ઇવાન અબજોપતિની લિસ્ટમાં જગ્યા બનાવનાર સૌથી નાની ઉંમરનો વ્યકિત છે.

‘ ફોર્બ્સ’એ કહ્યું છે કે, તેના 36મા એન્યુઅલ લિસ્ટે ઘણા રેકોર્ડ્સ તોડ્યા છે, જેમાં 400 અબજપતિઓનાં નામ છે, જેમની કુલ સંપત્તિ 2.7 ટ્રિલિયન ડોલર (1,75,547.73 ખર્વ રૂપિયા) છે. ‘ફોર્બ્સ’એ કહ્યું છે કે, 2016ની યાદીમાં અબજપતિઓની કુલ સંપત્તિ 2.4 ટ્રિલિયન ડોલર (1,56,034.48 અબજ રૂપિયા) હતી.

અબજોપતિની લિસ્ટમાં 22 નવા નામ છે, જેમાં નેટફ્લિક્સના કો-કાઉન્ડર અને સીઇઓ રીડ હેસ્ટિંગ્સ શામેલ છે. ગત વર્ષે આ લિસ્ટમાં જગ્યા મેળવનાર 26 નામ આ વખતે લિસ્ટમાં જગ્યા મેળવવા અસફળ રહ્યા છે. 400 અબજોપતિની લિસ્ટમાં માત્ર 50  મહિલા છે. સૌથી વધુ ફાયદો કમાનારામાં ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ છે. માર્કની સંપત્તિમાં 15.5 અબજ ડોલરનો વધારો થયો છે, જેને લીધે તેઓ આ યાદીમાં ચોથા ક્રમે રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter