ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની આપી ચેતવણી

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો દ્વારા સત્તાનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહીની ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે દેશમાં સ્થિતિ ઘણી ખતરનાક અવ્યવસ્થામાં છે

વેનેઝુએલામાં 30 જુલાઇએ મતદાન પછી પ્રદર્શનકારીઓએ રાજધાની કરાકસના માર્ગો અને વેનેઝુએલાના અન્ય શહેરોમાં પ્રદર્શન કર્યું હતું. આ મતદાનથી માદુરોને વિપક્ષના પ્રભુત્વવાળી નેશનલ એસેમ્બલીના સ્થાને પોતાના 545 સમર્થકોની બંધારણીય સભાની રચનાની મંજૂરી મળી.

ટ્રમ્પ તંત્રએ માદુરોને તાનાશાહ ગણાવતા તેના તથા અન્ય પૂર્વ તથા વર્તમાન અધિકારીઓ વિરૂદ્ધ પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકાએ માદુરો સરકાર પર માનવાધિકાર ઉલ્લંઘન તથા દેશના લોકતંત્રને નબળુ પાડવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે પોતાના વિદેશ પ્રધાન રેક્સ ટિલરસ, યુએનમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલી તથા એનએસએ એચ.આર. મેકમાસ્ટર સાથે બેઠક બાદ કહ્યું કે વેનેઝુએલા માટે અમેરિકા પાસે ઘણા વિકલ્પ છે. જેમાં સૈન્ય વિકલ્પ પણ સામેલ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વેનેઝુએલા અમારો પાડોશી દેશ છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે અને તેની સેના સમગ્ર દુનિયામાં દૂર-દૂરના સ્થળો સુધી ફેલાયેલી છે. તેવામાં વેનેઝુએલા બહુ દૂર નથી. ત્યાના લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે તેઓ મરી રહ્યા છે. જો કે તેની સામે વેનેઝુએલાના રક્ષા પ્રધાન વ્લાદિમીર પાદરિનોએ ટ્રમ્પની ટીપ્પણીને બેવકુફી ભરી ગણાવી અને ટ્રમ્પને અતિવાદી ગણાવ્યા.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter