Viral Video: જ્યારે મેદાનમાં ફૂટબોલ રમવા લાગ્યો શ્વાન

સામાન્ય રીતે આપણે ફૂટબોલ કે ક્રિકેટના મેદાન પર ખેલાડીઓને રમતા જોઇએ છીએ પરંતુ, શું તમે કોઇ કૂતરાને રમતા જોયો છે ખરા? ગળે ન ઉતરે તેવી આ વાત કાલ્પનિક નથી પરંતુ ખરેખર ફૂટબોલના મેદાન પર કંઇક આવું જ જોવા મળ્યું હતું. જેમાં એક કૂતરો મેદાન પર ફૂટબોલ રમતા નજરે આવ્યો છે.

આર્જેન્ટિનાના એક ફૂટબોલના મેદાન પર સેને લોરેન્જો અને અર્સેલાન વચ્ચે મુકાબલો થઇ રહ્યો હતો ત્યારે એક કૂતરો મેદાન પર ધૂસી આવ્યો હતો અને બોલની સાથે રમવા લાગ્યો હતો. તે ફિલ્ડમાં ફૂટબોલ સાથે રમતો તેની પાછળ ભાગી રહ્યો હતો. જો કે, કૂતરાને ફૂટબોલના મેદાન પર બોલની સાથે રમતા જોઇને હાજર દર્શકો પણ આશ્વર્યચકિત થઇ ગયા હતા. તો બીજીતરફ કોમેન્ટટર પણ કૂતરાને રમવા માટે પ્રોત્સાહિત કરતા સતત કોમેન્ટ્રી ચાલુ રાખી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage