પાલતૂ શ્વાને ટ્રેક્ટર ચાલુ કર્યુ, ખેતરમાં બેઠેલા કરોડપતિ માલિકનું કચડાઈને મોત

કહેવાય છે જીવનનો કોઇ ભરોસો હોતો નથી, ક્યારે મૃત્યુ આવી જાય તે કહી ન શકાય. આ વાત એક વખત ફરીથી ઇંગ્લેન્ડમાં સાચી સાબિત થઇ. પાલતૂ કૂતરાની ભૂલથી એક કરોડપતિ ખેડૂતની મૃત્યુ થઇ ગઇ. ડેરીના વેપારમાં જોડાયેલા 70 વર્ષીય ખેડૂત પોતાના ખેતરમાં બેઠા હતા ત્યારે પાલતૂ કૂતરાએ ભૂલથી ટ્રેકટરને સ્ટ્રાર્ટ કરી દીધુ, જેના પૈડાની નીચે આવી જતા તેમનું મૃત્યુ થયુ છે.

સૂત્રોનુસાર બ્રિટનમાં થયેલી આ દુર્ધટના પછી ડેરેક મીડને હાર્ટ એટેક આવ્યો હતો, જેથી તેમની મૃત્યુ થઇ હતી. તે ડેરી વેપાર સિવાય પ્રૉપર્ટી ડેવલપર પણ છે કહેવાઇ રહ્યુ છે તે ટ્રેકટર ખૂબ જ ભારે હતુ.

ખેડૂતના પરિવાર અનુસાર કૂતરું ભૂલથી ટ્રેકટર પર ચઢી ગયુ હતુ. કદાચ તેને જ ગિયર દબાવી દીધુ હશે, જેથી ટ્રેક્ટર ચાલવા લાગ્યુ હતુ. આ ઘટના પછી ત્યાં પહોંચેલી પોલીસ અને એમ્બુયલન્સની મદદથી તે ખેડૂતને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ કૉર્ડિકમાં એટેક આવતા તેમની મૃત્યુ થઇ છે.

ડેરેક મીડના પરિવારના લોકોને તેમની ખોટ વર્તાઇ રહી છે. તેમના અનુસાર ડેરેક મીડે પોતાના જીવનકાળ દરમિયાન મહેનત કરતા રહ્યા, આ વેપાર સારી રીતે હેન્ડલ કરતા હતા. પરિવારના લોકોને હજુ પણ તેમની ખોટ મેહસૂસ થાય છે. મૃત્યુની આ અજીબોગરીબ ઘટનાને પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter