Movie Review: ‘દોબારા’

અમેરિકન હૉરર ફિલ્મ ‘ઓક્યુલસ’ની ઑફિશ્યલ હિન્દી રિમેક ‘દોબરા’ ફિલ્મમાં પહેલી વખત હુમા કુરેશી અને તેનો ભાઇ શાકીબ સલીમને પહેલી વખત રીલ લાઇફમાં એકસાથે જોવા મળશે. ડિરેક્ટર પ્રવાલ રમન હંમેશાથી અલગ રીતની ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. જેમાં ડરના મના હૈ, ડરના જરૂરી હૈ અથવા તો થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ચાર્લ્સ. .. પ્રવાલની તરફથી આ વખતે શું સરપ્રાઇઝ છે? કેવી બની છે ફિલ્મ તે જોઇએ..
સ્ટોરી:
ફિલ્મની વાર્તા અલેક્સ મર્ચન્ટ(આદિલ હુસૈન)અને તેની પત્ની લિસા(લિસા રે)ની છે, જેમના બે બાળકો કબીર મર્ચન્ટ (શાકીબ સલીમ) અને નતાશા મર્ચન્ટ (હુમા કુરેશી) છે. અલેક્સ એક અરીસો ખરીદીને લાવે છે પરંતુ તેણે ખબર નથી હોતી કે આ અરીસાની પાછળ એક અલગ પ્રકારનો સુપરનેચરલ પાવર છે.જ્યારે કબીર અને નાતાશા મોટા થાય છે ત્યાં સુધી તેમના માતા-પિતાની મૃત્યુ થઇ જાય છે અને આ મૃત્યુ પાછળનું રહસ્ય જાણવા માટે આ બંને પ્રયાસ કરે છે. જેને કારણે ઘણા ઉતાર-ચડાવ સામે આવે છે અને છેવટે સારપ સામે આવી જાય છે. જેને જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ડિરેક્શન:
ફિલ્મનું ડિરેક્શન ઉમદા છે અને પ્રવાલ રમને શૂટિંગ પણ શાનદાર રીતે કર્યું છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી, લોકેશન્સ અને ટેક્નિક સુપર્બ છે. ફિલ્મમાં માટે જે પ્રકારનું સેટઅપ કરવામાં આવ્યુ છે તે શાનદાર છે.
એક્ટિંગ:
એક્ટિંગમાં આદિલ હુસૈનનું કામ સૌથી સારુ છે. શાકિલ સલીમનું સારું કામ કર્યું છે. લિસા રેની જગ્યાએ કોઇ બીજાની કાસ્ટિંગ કરી શકાયુ હોત, જેના કારણે ફિલ્મથી વધારે કનેક્ટ થઇ શકાયું હોત. હુમા કુરેશીનું કામ એકદમ સહજ છે.
મ્યુઝિક:
ફિલ્મની મ્યુઝિક ઠીક-ઠાક છે. પરંતુ બેકગ્રાઉન્ડ સ્કોર હોરર ફિલ્મ માટે જોઇએ તે પ્રકારનો છે.
જોવી જોઇએ કે નહી:
હોરર ફિલ્મ જોવી ગમતી હોય તો ચોક્કસથી એક વખત ફિલ્મ જોવી જોઇએ.