દિવ્યાંકા ત્રિપાઠીને વાગી ગોળી, પ્રશંસકોની આંખમાં આવ્યા આંસુ

ટીવી જગતની જાણીતી અભિનેત્રી  દિવ્યાંકા ત્રિપાઠી એટલેકે યે હૈ મુહાબ્બતેની  ઇશિતા ભલ્લાની ફેન ફોલોઇંગ ઘણું મોટું છે.  શોમાં જ્યારે ઇશિતાની આંખમાં આસું આવે છે ત્યારે તેના પ્રશંસકો  રડી પડે છે.  અને ઇશિતા ખુશ હોય તો તેના પ્રશંસકો તહેવાર મનાવે છે.  જોકે તાજેતરમાં જ જ્યારે એક શૂટિંગ સિકવન્સમાં ઇશિતાને ગોળી વાગી ત્યારે શૂટિંગ જોવા માટે આવેલી  બે છોકરીઓ રડવા લાગી હતી.કારણ કે તેમની ચહિતી ઇશિ માને ગોળી વાગી હતી.  જ્યારે સેટ ઉપર આ બંને છોકરીઓ રડવા લાગી ત્યારે  લોકોઓ પૂછ્યું કે  તે કેમ રડે છે ત્યારે તેમણે કહ્યું કે  ઇશિમાને ગોળી વાગીછે. જોકે ઇશિતાએ શૂટિંગ બાદ આવીને કહ્યું કે   હું એકદમ બરાબર છું.   ઇશિતા સીરિયલના શૂટિંગમાં ગોળીથી લથપથ થઈને જમીન પર પડી જાય છે તે જોઈને આ બે છોકરીઓ રડવા લાગી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter