દિપિકા પાદુકોણ ફરી એકવાર કપડાના કારણે થઇ ટ્રોલ, ડ્રેસને કહેવામાં આવ્યો ગિફ્ટ રેપ

દિપિકા પાદુકોણની ફિલ્મ પદ્માવતી તો વિવાદમાં ઘેરાયેલી છે જ પરંતુ ફિલ્મની અભિનેત્રી પણ ફરી એકવાર પોતાના કપડાંના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ છે. તાજેતરમાં લક્સ ગોલ્ડન રોઝ અવોર્ડ્ઝમાં દિપિકાએ પહેરેલા ડ્રેસને ટોટલ ફેશન ડિઝાસ્ટર ગણાવવામાં આવી રહ્યો છે. આ જ કારણે દિપિકાને ટ્રોલ કરવામાં આવી રહી છે અને તેને પોતાનો સ્ટાઇલિસ્ટ પણ બદલવાની સલાહ આપી દેવામાં આવી છે.

SHINE ON ✨✨✨ @deepikapadukone @monishajaising @sandhyashekar @yiannitsapatori @anjalichauhan16 #shotonaniphone8plus

A post shared by Shaleena Nathani (@shaleenanathani) on

દિપિકા અને તેની સ્ટાઇલિસ્ટ શલીના નથાનીએ પોતાના લુકને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં દિપિકાએ ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો હતો. જો કે કેટલાંક લોકોને દિપિકાનો આ ડ્રેસ પસંદ ન આવ્યો અને કેટલાંક લોકોએ તેના આ ડ્રેસને ગિફ્ટ રેપ સુદ્ધાં કહી દીધો.

દિપિકાના ચાહકોએ તેની સ્ટાઇલિસ્ટને કહ્યું કે તે શા માટે દિપિકા સાથે આવું કરી રહી છે. કેટલાંક લોકોએ કહ્યું કે દિપિકા તો ખૂબ જ સુંદર છે પરંતુ તેની આઉટફિટની ચોઇસ ડિઝાસ્ટર છે.

આવું પહેલી વાર નથી બન્યું કે દિપિકા પોતાના ડ્રેસના કારણે ટ્રોલ થઇ હોય.

અગાઉ દિપિકાએ ગ્રીન કલરની સાડીમાં પોતાની એક તસવીર શેર કરી હતી. તેના આ લુક પર પણ દિપિકા ટ્રોલ થઇ હતી. તાજેતરમાં દિપિકાએ પોતાના નાનપણના મિત્ર આદિત્ય નારાયણ સાથે એક તસવીર શેર કરી હતી, જેમાં પણ દિપિકાને તેના કપડાના કારણે ટ્રોલ કરવામાં આવી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter