મોંગિયાએ BCCI ને માફ કરવા કહ્યું, જાણો શું છે સમગ્ર મામલો

ભારતનાપૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઇ)ને માફ કરવાનો અનુરોધ કર્યો છે. દિનેશ મોંગિયાએ પોતાની અપીલમાં કહ્યું છે કે, મને આશા છે કે, બીસીસીઆઇમાં હાલના અધિકારી મારા મામલમાં જરૂર નજર કરશે. જેમ કે અઝહરુદ્દીનના મામલામાં કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડી લૂ વિન્સન્ટે 2015માં લંડન કોર્ટમાં દિનેશ મોંગિયા પર અનધિકૃત અને ભંગ થઇ ચૂકેલી ઇન્ડિયન ક્રિકેટ લીગ(આઇસીએલ) દરમિયાન ફ્કિસિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

જો કે, મોંગિયાએ આ આરોપોને સતત ફગાવ્યા છે. તેણે કહ્યું કે, મારી સામે કોઇ પુરાવો ન હતો. હું આઇસીએલનો એકમાત્ર ખેલાડી રહ્યો. જેને બીસીસીઆઇની માફી નથી મળી. અંબાતી રાયડુને રાહત મળી અને તે ભારતીય ટીમમાં રમી રહ્યો છે. તેણે કહ્યુ્ં કે, બીસીસીઆઇએ મારા બાકીના લ્હેણા વિશે ક્યારે કોઇ પ્રતિક્રિયા આપી નથી. મેં આ મામલામાં બીસીસીઆઇ અને પીસીએ(પંજાબ)ને લખ્યું છે પરંતુ, કોઇએ ધ્યાન નથી આપ્યું. જો કે, મોંગિયાને આશા છે કે, અઝહરુદ્દીનની જેમ તેના પણ આ મામલાને સાંભળવામાં આવે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter