દિલ્હી: ગૃહપ્રધાન રાજનાથસિંહના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક પૂર્ણ

જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે ભાજપે ગઠબંધન તોડતા દિલ્હીમાં બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. કેન્દ્રીય  ગૃહમંત્રી રાજનાથસિંહે પોતાના નિવાસ સ્થાને ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ પહોંચ્યા હતા. બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીની સરકાર પડી ભાંગી પડાતા જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. રાજનાથસિંહના નિવાસ સ્થાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયમાં હલચલ વધી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter