સચિવાલયની સામેથી કેજરીવાલની કાર ગઠિયા ઉઠાવી ગયા!

દિલ્હી પોલીસના લાખ પ્રયાસો છતાં ગુનેગારોની હિંમત વધતી જઈ રહી છે. તેનો તાજો નમૂનો બુધવારે ત્યારે જોવા મળ્યો કે જ્યારે દિલ્હીના સચિવાલયની બહારથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર ચોરાઈ જતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતા પહોંચેલી દિલ્હી પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

મામલો હાઈપ્રોફાઈલ હોવાથી પોલીસ તપાસની ઝડપ વધારી દીધી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ મેળવવામાં પણ લાગી ગઈ છે, જેનાથી ચોરોને પકડવામાં મદદ મળી શકે. જોકે, આ પહેલો એવો મોટો મામલો છે કે જ્યારે દિલ્હીમાં કોઈ સીએમની કાર ચોરાઈ ગઈ હોય. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આ ખાનગી કાર હતી, જેના પર ચોરો હાથ સાફ કરી ગયા છે. જણાવાઈ રહ્યું છે કે, ઘટના બપોરે એક કલાકની છે. આઈ પી સ્ટેટ પોલીસ સ્ટેશનમાં મામલો નોંધાયો છે. આ કાર પાર્ટી વર્કર વંદના ઉપયોગ કરતા હતા. તેમણે ફરિયાદ નોંધાવી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter